હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભકતોને ગર્વ,જન્માષ્ટમી પર્વ,જાડાશે સર્વઃ ગોપી-કિશન બનવા ભૂલકા ઓ નો ઉત્સાહ
રાધા બિના હૈ કિશન અકેલા, છોડ નહિ જાના, છોડ નહિ જાના... : નામ નોંધણીના સ્થળ જાહેરઃ મંગળવાર સુધીમાં ફોર્મ રજુ કરી દેવું: સ્પર્ધા આવતા ગુરૂવારે મણિયાર હોલમાં: સંયોજક તરીકે નયનાબેન પેઢડિયા

રાજકોટ, તા.૨૦: ભગવાન શ્રીકળષ્ણના જન્મોત્સવને ભવ્યતા અને ઉત્સાહ સાથે ઉજવવાના ભાગરૂપે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કળતિ, સંસ્કાર અને શ્રીકળષ્ણ પ્રત્યેની ભક્તિની ભાવના વિકસે તે હેતુથી પરંપરાગત ‘ગોપીકિશન સ્પર્ધા' નું આયોજન કરવામાં આવનાર છે. ગતરોજ માર્ગદર્શક સમિતિ સભ્યો માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઇ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઇ મકવાણા ઉપરાંત સમીતીના અધ્યક્ષ રાજાભાઇ (વાવડી), ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેંદ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમીતીના ઇનચાર્જ પરેશભાઇ રુપારેલીયા તમામ ના સર્વાનુમતે ગોપી કિશન સ્પર્ધાના કન્વીનર તરીકે પૂર્વ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા તથા કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે મિલનભાઈ કોઠારી ઉપરાંત સહ કન્વીનર તરીકે વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા ઉપાધ્યક્ષ શ્રીમતી રમાબેન હેરભા, જયભાઈ બોરીચા, કેતનભાઇ સંઘવી, હર્ષદભાઈ રૂપારેલીયા, જલ્પાબેન પતિરા, જીતાબેન દતાણી ઉપરાંત કમિટી મેમ્બર તરીકે કાજલબેન દેસાઇની નિમણૂક કરવામાં આવી હતી.
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવને વધુ લોક ભાગીદારીપૂર્ણ અને આકર્ષક બનાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે બાળકો માટે આયોજિત થનાર ગોપીકિશન સ્પર્ધામાં નાના ભૂલકાઓ શ્રીકળષ્ણ તથા ગોપી સ્વરૂપે સજ્જ થઈ પોતાની નિર્દોષ પ્રતિભા અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કરશે. ગોપી કિશન સ્પર્ધા તા.૨૭ ગુરૂવારે બપોરે ૨ થી સાંજે ૭ વાગ્યા સુધી અરવિંદભાઇ મણિયાર, જયુબલી બાગ ખાતે યોજાશે.
સ્પર્ધાના ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ અને સંપર્કો ૧. રેટરો ફેમિલી કાફે, કિશન પરા ચોક, VVIP બેગ ની સામે, રાજકોટ. મો. ૯૮૨૪૨ ૯૪૫૩૧. ૨. શ્રીમતી નયનાબેન વિનોદભાઈ પેઢડીયા, ૯, બ્રાહ્મણીયા પરા, ચાણકય પુસ્તકાલય, ત્રાસીયા રોડ, પાણીના ઘોડા પાસે, રાજકોટ. મો. ૯૪૨૮૨ ૩૩૧૨૬. ૩. મિલનભાઈ કોઠારી, કાર્યક્રમ ઇન્ચાર્જ તથા પૂર્વ કન્વીનર. મો. ૯૮૨૪૨ ૯૪૫૩૧. ૪. શ્રીમતી રમાબેન હેરભા, સેન્ટ ગાર્ગી સ્કૂલ, સુભાષ નગર - ૨, આમ્રપાલી ફાટક પાસે, રૈયા રોડ, રાજકોટ. મો. ૯૮૨૫૫ ૯૦૨૧૩. ૫. જન્માષ્ટમી મહોત્સવ કાર્યાલય, વિરાણી સ્કૂલના ગેટ સામે, ટાગોર મેઇન રોડ, રાજકોટ. મો. ૯૪૨૯૦ ૧૮૬૦૯. ૬. નોબલ સ્કૂલ, આર્ય નગર વાડી પાસે, પેડક રોડ, રાજકોટ. ફોર્મ ભરીને પરત કરવાનો છેલ્લો દિવસ તારીખ ૨૫/૮/૨૬, મંગળવાર, સાંજે ૫:૦૦ વાગ્યાનો છે. ત્યાર પછી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
સ્પર્ધાના નિયમો ૧. બાળકે જાતે સ્ટેજ પર જઈને એક વાકયમાં પર્ફોર્મન્સ આપવાનું રહેશે.૨. બાળકની વય મર્યાદા ૧૨ વર્ષની છે. ૩. બાળકે કાન અથવા ગોપીના પાત્રની સંપૂર્ણ તૈયારી ઘરેથી કરીને આવવાનું રહેશે. ૪. નિર્ણાયક સમિતિનો નિર્ણય જ માન્ય રાખવામાં આવશે તેમાં કોઈપણ પ્રકારનો વિવાદ સ્વીકાર્ય નથી.
સ્પર્ધાના કન્વીનર શ્રીમતી નયનાબહેને અને ઇન્ચાર્જ મિલનભાઈ એ જણાવ્યું હતું કે બાળકોને પોતાની કલા અને પ્રતિભા રજૂ કરવા માટે એક સુંદર મંચ મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સ્પર્ધામાં વધુને વધુ બાળકો સહભાગી બને તેના માટે શહેરની તમામ શાળાઓનો તથા વધુને વધુ જન સમ્પર્કો કરવામાં આવશે તેમ કાર્યક્રમના સહ કન્વીનર શ્રીમતી રમાબહેને જણાવ્યું હતું. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક તમામ વાલીઓ તથા બાળકોને સમયસર નોંધણી કરાવવા માટે જયભાઈ બોરીચા, કેતનભાઇ સંઘવી, હર્ષદભાઈ રૂપારેલીયા દ્વારા અપીલ કરવામાં આવી હતી.
જન્માષ્ટમી મહોત્સવ સમિતિએ રાજકોટના તમામ વાલીઓને પોતાના બાળકોને આ સાંસ્કળતિક અને ધાર્મિક આયોજનમાં સહભાગી બનાવી શ્રીકળષ્ણ જન્મોત્સવને ભવ્ય અને યાદગાર બનાવવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે. આ અનોખી સ્પર્ધામા શહેરના નાનાં કનૈયાઓ અને ગોપીઓ પરંપરાગત વેશભૂષા સાથે રંગીલાં રૂપમાં ઉપસ્થિત રહેશે, જેનાથી સૌને બાળ કાનના સાક્ષાત દર્શન થવા પામશે તેમ જલ્પાબેન પતિરા, જીતાબેન દતાણી અને કાજલબેન દેસાઈ એ જણાવ્યુ હતુ.










