હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પિરામિડ પબ્લિકેશન દ્વારા વિપુલભાઇ પરમાર લિખિત પુસ્તક ‘૧૬ સંસ્કાર'નું વિમોચન

રાજકોટ : પિરામિડ પબ્લિકેશન દ્વારા લેખક વિપુલભાઈ પરમારના ૧૬માં પુસ્તક ‘૧૬ સંસ્કાર'નું લોકાર્પણ અને સન્માન સમારોહ ગત રવિવારે કાલવાડ રોડ સ્થિત બોલબાલા સેવા સદન ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ભક્તિમય વાતાવરણમાં પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પુસ્તક વિમોચન પૂર્વે દીપ પ્રાગટ વિધિ વિપુલભાઈના માતાશ્રીના હસ્તે કરવામાં આવી હતી. બાદમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા પ્રેરણાદાયક વક્તવ્યો રજુ થયેલ. કાર્યક્રમમાં પધારેલા અતિથિ વિશેષોએ ભારતીય સંસ્કળતિમાં સંસ્કારના મહત્વ અને વિપુલભાઈના સાહિત્યિક યોગદાનને બિરદાવ્યુ હતુ. નલિનભાઈ ઝવેરી (પ્રમુખ, સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ)એ તારીખ ૧૬, ૧૬ સંસ્કાર પુસ્તક અને વિપુલભાઈના ૧૬માં પુસ્તકના અનોખા ત્રિવેણી સંગમનો ઉલ્લેખ કર્યો. તેમણે વિપુલભાઈના બાળપણના સ્મરણો તાજા કર્યા હતા. યશવંતભાઇએ કહેલું કે પુસ્તક વિનાના ઘરમાં દીકરી ન દેવાય આવી કહેવત છે, આજના સમયમાં વધતા વળદ્ધાશ્રમો વિશે વાત કરી સંસ્કારના અભાવ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. બી.કે. કિંજલ દીદી (બ્રહ્માકુમારી, રાજકોટ)એ વિપુલભાઈનું ખેસ અને પુસ્તક દ્વારા સન્માન કર્યું. તેમણે સમાજમાં વધી રહેલા વ્યસન પ્રત્યે ચિંતા વ્યક્ત કરી વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાવા સૌને અપીલ કરી હતી. ડો. કામલે(શાશ્વત હોસ્પિટલ)એ આ પુસ્તકના કાર્યને વખાણ્યું અને બાળકોમાં સંસ્કારની સાથે-સાથે કુપોષણ અને કેન્સર જેવા ગંભીર રોગો સામે જાગળતિ લાવવા માટે ભાર મૂકયો હતો. નરેન્દ્રભાઈ ઝીબા (જી.એમ.. ફૂલછાબ)એ પ્રાચીન ભારતમાં નાલંદા વિદ્યાપીઠ અને સંસ્કારયુકત શિક્ષણની ગૌરવશાળી પરંપરા વિષે વાત કરી હતી. તેમણે ખાસ કરીને દીકરીઓને સંસ્કાર આપવા જોઈતા ઉચ્ચ સંસ્કારો પર ભાર મૂકયો હતો. ગૌતમભાઈ દવે (એડવોકેટ અને નોટરી)એ પિરામિડ પબ્લિકેશનની સ્થાપના પાછળના વિપુલભાઈના સંઘર્ષ અને દઢ સંકલ્પની ગાથા રજૂ કરી હતી. જયેશભાઈ ઉપાધ્યાય (પ્રમુખ, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ)એ સંસ્કાર જીવનના ઘડતરમાં મહત્વના હોવાથી આ પુસ્તકને સમયની માંગ ગણાવી હતી. કાર્યક્રમમાં અન્ય ઉપસ્થિત અતિથિ વિશેષો તરીકે પૂર્વ સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મશીન ટૂલ્સ એસોસિએશનના પ્રમુખ યોગીનભાઈ છનીયારા અને ગિરિરાજ હોસ્પિટલના રમેશભાઈ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુચારુ સંચાલન ડો. યશવંતભાઈ ગોસ્વામી અને હેરી સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે વિપુલભાઈની માતળભક્તિની વિશેષ નોંધ લીધી હતી. હેરી સોલંકીએ ‘૧૬ સંસ્કાર' પુસ્તકનું વિગતવાર વર્ણન કર્યુ હતુ. સમારોહને સફળ બનાવવા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટનો વિશેષ સહયોગ રહ્યો હતો. જ્યારે આભારવિધિ રાજ જગતસિંહ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્યાન અલગ અલગ સંસ્થા દ્વારા જેમ કે સનાતન ધર્મ સમિતિના સંચાલક હર્ષિલ શાહ અને તેના ગ્રુપ દ્વારા, સી. જે.ગ્રુપના ચિરાગ ભાઈ અને તેની ટીવ સાર્વજનિક જનકલ્યાણ સેવા સમિતિના ઉમેશભાઈ મહેતા વગેરે સંસ્થાઓએ મોમેન્ટો અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચંદ્રકાંત બક્ષી સાહિત્ય વર્તુળના સંયોજક હરનેશ સોલંકી અને તેમની ટીમ પણ ઉપસ્થિત હતી. કાર્યક્રમના અંતે વિપુલભાઈ દ્વારા સૌ માટે સ્વાદિષ્ટ ભજીયાનો અલ્પાહાર રાખવામાં આવ્યો હતો. પુસ્તક નજીવા દરે મેળવવા વિપુલ પરમારનો મો.૯૮૯૮ ૩૫૬૫૭૩ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.










