તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th August 2026
બેંકના બરતરફ થયેલ ઇન્ચાર્જ મેનેજરની પુનઃસ્થાપન અંગેની અપીલને ઔદ્યોગિક અદાલતે ફગાવી દીધી
ડિસ્ટ્રીકટ બેંકની અનિડા વાછરા બ્રાન્ચના લાખોના ઉચાપત પ્રકરણમાં

રાજકોટ, તા.૨૦: રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની અનીડા વાછરા બ્રાંચના રૂ.૭૧.૬૨ લાખના કૌભાંડમાં ઈન્ચાર્જ મૅનેજરને બેન્ક દ્વારા બરતરફ કરવામાં આવતા ઈન્ચાર્જ મૅનેજર પુનઃસ્થાપિત થાવ કરેલી અપીલ ઔદ્યોગિક અદાલતે રદ કરી બેંકના હુકમને યથાવત રાખતો આદેશ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ ગોંડલ તાલુકાના અનીડા (વાછડા) મંડળીના સરવૈયા અને બેંકના રેકર્ડ વચ્ચે રૂા. ૭૧,૬૨,૦૦૦ જેટલો મોટો તફાવત સામે આવતા મંડળીમાં મોટી ઉચાપત થયેલ હોવાનું માલુમ પડ્યું હતું. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની અનીડા વાછરા બ્રાંચના ઈન્ચાર્જ મૅનેજર ચેતન વિરડીયાએ ખોટા શેરા કરી, બેંકના પરિપત્રના ઉલ્લંઘન સાથે કેસીસી લોનના ચેક મંજૂરી વગર પાસ કર્યા હતા. ભૌતિક સ્ટોક કે ખરીદીના બિલો ચેક કર્યા વિના જ કામગીરી કરી હતી તથા મંડળીના સભ્ય ન હોવા છતાં રૂા.૨૯,૦૦૦નો ચેક પોતાના ખાતામાં જમા લીધો હતો. ખાતાકીય તપાસમાં આરોપો પુરવાર થતાં બેંકે તેમને નોકરીમાંથી બરતરફ કર્યા હતા.
આ હુકમ સામે ચેતન વિરડીયાએ પ્રથમ મજુર અદાલતમાં પુનઃસ્થાપિત થવા કેસ દાખલ કર્યો હતો. જોકે મજુર અદાલતે ઈરાદાપૂર્વકની બેદરકારી અને મંડળીના મંત્રીને ઉચાપતમાં મદદ કરવાનો ગુનો ગણી બેંકનું પગલું વ્યાજબી ઠેરવ્યું હતું. ત્યારબાદ તેમણે ઔદ્યોગિક અદાલતમાં અપીલ કરી હતી. ઔદ્યોગિક અદાલતના ન્યાયાધીશ પી.એ. માલવીયાએ અપીલ રદ કરી બરતરફીનો હુકમ યથાવત રાખ્યો હતો. આ કેસમાં બેંક તરફે એસ.બી. ગોગિયા લો-ફર્મના ધારાશાષાીઓ અનિલ એસ. ગોગિયા, પ્રકાશ એસ. ગોગિયા, સીન્યુબેન ગોગિયા અને રોહન પી. ગોગિયા રોકાયેલ હતા
(4:45 PM IST)










