હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્વામી વિજ્ઞાનાનંદજીનો સૌરાષ્ટ્ર પ્રવાસઃ રાજકોટમાં શનિવારે વાર્તાલાપ
વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અને વર્લ્ડ હિન્દુ ઈકોનોમિક ફોરમના પ્રણેતા

રાજકોટઃ વૈશ્વિક સ્તરે હિન્દુ સમાજને ઈકોનોમિકલી અને જિયો પોલિટિકલી જાગૃત અને મજબૂત બનાવવા માટે કાર્યરત પ્રખર વિદ્વાન સ્વામી વિજ્ઞાનાનંદજી આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ રાજકોટ, મોરબી અને ગાંધીધામ ખાતે અલગ અલગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે વાર્તાલાપ યોજી વર્લ્ડ હિન્દુ કોંગ્રેસના કાર્ય અને ઉપયોગીતા વિશે માહિતી આપશે.રાજકોટમાં તા. ૨૨ ઓગસ્ટ, મોરબીમાં તા. ૨૩ ઓગસ્ટ અને ગાંધીધામમાં તા. ૨૪ ઓગસ્ટના રોજ તેમનો પ્રવાસ આ કાર્યક્રમ નિમિતે રહેશે. તેમ જણાવાયું છે.
રાજકોટમાં તા. ૨૨ ઓગસ્ટ,શનિવારના રોજ સેવા ભારતી ભવન, અમૂલ સર્કલ, ૮૦ ફૂટ રોડ ખાતે સ્વામી વિજ્ઞાનાનંદજીનો રાજકોટના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ સાથે વાર્તાલાપ યોજાશે. તેઓ વિશ્વ હિન્દુ પરિષદમાં પણ સંયુક્ત મહાસચિવ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે.
સ્વામી વિજ્ઞાનાનંદજી વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ (WHC)ના અધ્યક્ષ છે. આ ઉપરાંત હિન્દુ સ્ટડીઝને ઉચ્ચ શિક્ષણમાં વ્યવસ્થિત અભ્યાસવિષય તરીકે સ્થાન મળે તે માટે પણ તેમણે નોંધપાત્ર પ્રયાસો કરી રહ્યા છે. તેમ સંયોજક જીસીઆઇ દક્ષીણીની યાદીમાં જણાવાયું છે.










