<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

ડેબીટ કાર્ડ પર લોનના ધંધામાં રોકાણ ઉપર ૧૦ ટકા વળતરના નામે હાર્દિક તન્‍ના ૯.૬૭ કરોડ ઉસેડી ગયો

માધાપર ચોકડીએ રહેતાં શખ્‍સે શીતલ પાર્ક પાસે આરકે વર્લ્‍ડમાં ઓફિસ ખોલી કારસ્‍તાન આચર્યુ : સાગર મોરવાડીયાને શરૂઆતમાં ૮૦ હજાર સામે દસ દિવસમાં ૧ લાખ મળતાં વિશ્વાસ બેઠોઃ પોતાના ૨ કરોડ ૭૦ લાખ અને સગા સંબંધીઓ પાસેથી ૫ કરોડ લઇ હાર્દિક તન્‍નાને આપ્‍યાઃ ચાર મિત્રોએ પણ ૧ કરોડ ૮૮ લાખ દીધાઃ તમાર રોકાણ સામે માત્ર ૩ કરોડ ૬૧ લાખ જ પાછા દીધાઃ યુનિવર્સિટી પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ કોઠીયાએ તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૦: શહેરના દોઢસો ફુટ રીંગ રોડ શીતલ પાર્ક પાસે દ્વારકાધીશ એન્‍ટરપ્રાઇઝ નામે ઓફિસ ખોલી માધાપર ચોકડીએ રહેતાં શખ્‍સે ડેબીટ કાર્ડ સ્‍વાઇપ કરવા અને તેના ઉપર લોનનું કામ ચાલુ કરી તેમાં રોકાણ પર ૧૦ ટકા વળતરની લાલચ આપી આનંદનગરમાં રહેતાં પોતાના જ સાળાના મકાન માલિક યુવાન તેમજ આ યુવાનના મોટા બાપુ, કુટુંબી ભાઇઓ, મિત્રો પાસેથી રોકાણના નામે અધધધ ૯ કરોડ ૬૧ લાખની વધુની રકમ મેળવી લઇ આ નાણા પરત નહિ આપી ઠગાઇ કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્‍યો છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે કોઠારીયા રોડ આનંદનગર કોલોની બ્‍લોક નં. ૩૧ ક્‍વાર્ટર નં. ૨૧૯માં રહેતાં સાગરભાઇ રાજેશભાઇ મોરવાડીયા (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી માધાપર ચોકડી નજીક ગોલ્‍ડ પોર્ટીકો ટાવર ડી-૧૦૦૨/૧૦માં રહેતાં હાર્દિક તુલસીદાસભાઇ તન્‍ના વિરૂધ્‍ધ ૯ કરોડ ૬૧ લાખથી વધુની ઠગાઇ કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાગરભાઇ મોરવાડીયા-પ્રજાપતિ પરિવાર સાથે રહે છે અને બનેવી હિરેનભાઇ સાથે ફેબ્રીકેશનનું કામ કરે છે. અગાઉ તે શ્રી હરિ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં હાર્ડવેરનું કારખાનુ ચલાવતાં હતાં. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે  ૨૦૨૨માં અમારા મકાનમાં નૈમિષભાઈ નગદીયા ભાડેથી રહેતા હતા. તેના સગા બનેવી હાર્દિક તુલસીદાસભાઇ તન્ના અવારનવાર તેમના ઘરે આવતા જતા હોવાથી મારે તેની સાથે પરીચય થયેલ હતો. હાર્દિક ઢેબર રોડ ખાતે આવેલ અજય એજનસી નામની ફર્નીચરની દુકાનમાં નોકરી કરતો હતો.૨૦૨૨ના અંતમાં હાર્દિક તેના સાળા નૈમિષભાઇના ઘરે આવેલ ત્‍યારે મારી પાસે રૂા.  રૂ.૧,૦૦,૦૦૦ હાથઉછીના માંગેલ હતા. પણ મારી પાસે સગવડ ના હોવાથી મે તેમને ના પાડેલ હતી. જેથી હાર્દિકે કહેલું કે હું અજય એજન્‍સીની નોકરીની સાથે સાથે ડેબીટકાર્ટ ઉપર પ્રિએપ્રુવ લોનનુ પણ કામ કરૂ છુ અને ક્રેડીટકાર્ડ સ્‍વાઇપ પણ કરી આપુ છુ. આ કહી તેણે મને તેમની ડેબીટકાર્ડ ઉપર પ્રિએપ્રુવ લોન અંગેની વિગતવારની સ્‍કીમ સમજાવેલ હતી.

બાદમાં કહેલું કે ડેબીટકા ર્ડ ઉપર પ્રિએપ્રુવ લોન થાય છે જેમા કોઇને વસ્‍તુ ના લેવી હોય અને રોકડા રૂપીયાની જરૂરત હોય તો લોનની રકમના ૮ ૦ ટકા રોકડા કસ્‍ટમરને આપવાના અને ૨૦ ટકા મારૂ કમિશન હોય છે. તેમજ કોઈને રૂપીયાની જરૂરત હોય અને તેના ડેબીટકાર્ડ ઉપર રૂ.૧,૦૦,૦૦૦ની પ્રિએપ્રુવ લોન કરાવી આપુ તેમાંથી ૨૦ ટકા મારા કમિશનના બાદ કરી મારે રૂ.૮૦,૦૦૦ કસ્‍ટમરને આપવાના અને આ લોનના રૂપીયા રોકડા આપવાના હોય છે તેને કોઇ વસ્‍તુની ખરીદી કરાવવાની નથી હોતી. તેવુ પણ હાર્દિકે મને સમજાવ્‍યું હતું.

આ પછી તેણે કહેલું કે મારે અત્‍યારે એક કસ્‍ટમરને રૂ. ૧,૦૦,૦૦૦ની લોન કરાવવાની છે જેમાંથી ૨૦ ટકા બાદ કરી તેને રોકડા રૂ.૮૦,૦૦૦ આપવાના છે તો તમે મને હાલ રૂ.૮૦,૦૦૦ રોકાણ અર્થે આપો. જેથી હું મારા કસ્‍ટમરને આ રોકડા રૂપીયા આપી શકુ અને તમને હું ૧૦ ટકા વળતર સાથે રૂ.૯૦,૦૦૦ દશ દિવસ પછી આપી દઇશ. જેથી મેં વિશ્વાસ રાખી ધંધાની બચતમાંથી સૌ પ્રથમ વખત રૂ.૮૦,૦૦૦  રોકડા આપેલ હતા. તેના દશેક દિવસમા મને હાર્દિકે રૂ.૧,૦૦,૦૦૦ પાછા આપ્‍યા હતાં.

મેં તેને પુછતાં કહેલું કે મને સારુ કમિશન મળે છે, અત્‍યારે ૨૦ ટકા વળતર રાખો. ત્‍યારબાદ તેના બીજા દિવસે ફરીવખત રૂ.૧,૫૦,૦૦૦ મારી પાસે માંગેલ અને મે તેઓ ને રૂ.૧,૫૦,૦૦૦ રોકડા આપેલ જેમાં ૨૦ ટકા વળતર સાથે રૂ.૧,૮૦,૦૦૦ દસ દિવસમાં પાછા આપ્‍યા હતાં. આ રીતે તેણે મારો વિશ્વાસ જીત્‍યોહ તો. એ પછી મેં કટકે કટકે રકમ આપી હતી. આ પછી હાર્દિકે કહેલું કે મારે ધંધામા રૂપીયાની વધુ જરૂર પડતી હોવાથી હવે તમને દરમહિને માત્ર ૧૦ ટકા વળતર જ મળશે, તમારા રોકાણની મુડી મારી પાસે જમા રહેશે પરંતુ તમને દર મહિને તમારૂ વળતર મળી રહેશે. મારે કસ્‍ટમરને રોકડા રૂપીયા જ આવવાના થતા હોઇ જેથી તમે મારા ધંધામા રોકડમા વધુ રૂપીયાનુ રોકાણ કરો.

 ત્‍યારબાદ મે તેઓને મારા ધંધાની બચતમાંથી કટકે કટકે અલગ અલગ રકમ આપેલ હતી. જેમા મે કોટક બેંકમાંથી રૂ.૩,૦૦,૦૦૦ની પર્સનલ લોન તથા આઇડીએફસી બેંકમાંથી રૂ.૧,૨૦,૦૦૦ની પર્સનલ લોન તથા આઇસીઆઇસીઆઇ બેંકમાંથી રૂ.૪,૫૩,૦૦૦ની બે વખત એટલે કુલ રૂ.૯,૦૬,૦૦૦ની પર્સનલ લોન તથા આઇસીઆઇસીઆઇ બેંકમા અમારા મકાન ઉપર મોર્ગેજ લોન રૂ.૭,૦૦,૦૦૦ની લીધેલ હતી. આ ઉપરાંત ઓનલાઇન ગુગલ પે માં આવતી  એપ્‍લીકેશનમાંથી રૂ.૧,૮૦,૦૦૦ની પર્સનલ લોન લીધેલ તેમજ મારી બીજી બચતના રૂપીયા જે મળી અલગ અલગ સમયે કટકે કટકે મારા બેંક ટ્રાન્‍ઝેક્‍શન દ્વારા રૂ. ૨,૭૦,૦૩,૭૯૧(બે કરોડ, સિત્તેર લા ખ, ત્રણ હજાર, સાતસો એકાણુ રૂપીયા પુરા) સને-૨૦૨૫ સુધીમાં હાર્દિક તન્‍નાને તેના લોનના ધંધામાં રોકાણ માટે દીધા હતાં.

ત્‍યારબાદ હાર્દિકે શીતલ પાર્ક પાસે આરકે વર્લ્‍ડમાં ઓફિસ નં. ૫૧૯ ખાતે દ્વારકાધીશ એન્‍ટરપ્રાઇઝ નામે ઓફિસ શરૂ કરી હતી.  તેની આ ઓફિસના ઓપનીંગ સમયે મને મારા મિત્રોને આમંત્રણ આપતા હું તથા મારા મિત્ર મહેશભાઈ શંભુભાઈ બોઘરા તથા મારા કૌટુબિક ભાઇ હાર્દિક પરસોત્તમભાઇ મોરવાડીયા તથા અભિજીતભાઇ મહેશભાઇ મોરવાડીયા એમ ે બધા તેની ઓફિસના ઓપનીંગમા ગયેલ હતા. ત્‍યા ઓફિસમાં આ હાર્દિક તન્‍નાએ  ક્રેડીટકાર્ડ સ્‍વાઇપ કરવાના બે મશીનો રાખેલ હતાં. ત્‍યા ઓફિસમા બેસીને ક્રેડીટકાર્ડ સ્‍વાઇપ કરવાનુ તથા ડેબીટકાર્ડ ઉપર લોન કરી આપવાનુ કામ કરતા હતા.

મે મારા રૂપીયા રોકાણ કરેલ તેની સાથે સાથે હાર્દિક  તન્‍નાએ મને રોકડમા વધુ રૂપીયાની જરૂરત હોવાની અને વ ધુ રૂપીયા રોકાણ કરવાની વાત કરતા મારા મોટા બાપુગીરીશભાઇ રમણીકલાલ મોરવાડીયા પાસેથી અલગ અલગ સમયે કટકે કટકે રોકડા રૂ.૬૧,૭૫,૦૦૦ તથા મારા મોટા બાપુના દિકરા પ્રફુલભાઇ પરસોત્તમભાઈ મોરવાડીયા પાસેથી અલગ અલગ સમયે  રૂ.૩ ૫,૫૦,૦૦૦, હાર્દિકભાઈ પરસોત્તમભાઈ મોરવાડીયા પાસેથી રૂ. ૮૦,૯૦,૦૦૦ તથા કાકાના દિકરા  અભિજીતભાઈ મહેશભાઈ મોરવાડીયા પાસેથીે રોકડા રૂ. ૧,૧૦,૬૦,૦૦૦ તથા મારા સગા બનેવી હિરેનભાઈ ધીરૂભાઈ મુળાસીયા પાસેથી રૂ.૧૫,૩૦,૦૦૦ લઇને હાર્દિકને આપ્‍યા હતાં.

આ ઉપરાંત બીજા બીજા બનેવી મનીષભાઇ જેન્‍તીભાઇ વીરડીયા પાસેથી અલગ અલગ રોકડા રૂ.૧,૯૯, ૧૦,૦૦૦ મળીને કુલ રૂ.૫,૦૩,૧૫,૦૦૦ મે મારા સગા સબંધીઓ પાસેથી ઉછીના લઇને મારા પણ રૂપિયા મળી કુલ  રૂ.૭,૭૩,૧૮,૭૯૧ સાત કરોડ, તોતેર લાખ, અઢાર હજાર, સાતસો એકાણુ રૂપીયા પુરા) હાર્દિકને આપ્‍યા છે. આ તમામ રકમ સામે તેણે મને માત્ર રૂ.૩,૬૧,૮૭,૩૫ ૮ (ત્રણ કરોડ, એકછઠ્ઠ લાખ, સતીયાસી હજાર, ત્રણ સો અઠ્ઠાવન રૂપીયા પુરા) જ વળતર પેટે આપેલ છે. બાકીના  રૂ.૭, ૭૩, ૧૮, ૭૯૧ આજ સુધી પરત આપેલ નથી.  આ સિવાય મે હાર્દિક પાસે ક્રેડીટકાર્ડ સ્‍વાઇપ કરાવીને પણ રૂપીયા આપી રોકાણ કરેલ છે. પરંતુ તે રકમ મને યાદ નથી.

આ ઉપરાંત મારા મિત્રો પીરચીતો પાસેથી પણ રકમ લીધી હતી. જેમાં મયંક અનીલભાઇ રાઠોડ નાએ રૂ.૧૧,૫૭, ૭૦૧,  મહેશભાઈ શંભુભાઈ બોઘરા પાસેથી રૂ.૯૨,૧૫,૦૦૦, રવિભાઇ દિનેશભાઇ પરમાર પાસેથી રૂ.૮૫,૦૦,૦૦૦ લઇ હાર્દિકને રોકાણ માટે આપ્‍યા હતાં. આ ત્રણેયના મળી કુલ રૂ.૧,૮૮,૭૨, ૭૦૧ થાય છે. મારા અન્‍ય એક મિત્ર અભિષેક નરેશભાઇ દુદકીયાએ પણ અમુક રકમનું રોકાણ કરેલ છે. આ રીતે હાર્દિકે દ્વારકાધીશ એન્‍ટરપ્રાઇઝ પેઢીના ડેબીટ કાર્ડ પરની લોનના ધંધામાં રોકાણ કરવાથી ૧૦ ટકા વળતરની લાલચ આપી મારી પાસેથી ૨ કરોડ ૭૦ લાખથી વધુ, મારા સગા સંબંધીઓ પાસેથી ૫ કરોડ ૩ લાખથી વધુ અને મારા મિત્રો પાસેથી ૧ કરોડ ૮૮ લાખથી વધુ રકમ મળી કુલ રૂા. ૯,૬૧,૯૧,૪૯૨ મેળવી લઇ મને વળતર પેટેના માત્ર રૂ.૩,૬ ૧,૮૭,૩૫૮ આપી બાકીની રકમ ન આપી ઠગાઇ કરી છે. તેમ વધુમાં સાગરભાઇએ જણાવતાં પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં પીએસઆઇ આર. આર. કોઠીયાએ તપાસ હાથ ધરી છે.

(3:32 PM IST)