<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

સ્‍ટેન્‍ડિંગ કમિટીએ એનિમલ હોસ્‍ટેલ મંજૂર કરી,પણ જમીનનું ડિમાર્કેશન અધ્ધરતાલ

સંજય ચાવડાનો અધિકારીઓને સણસણતો સવાલઃ જમીન ફાઈનલ કર્યા પહેલાં જ પ્રોજેક્‍ટ મંજૂર કરાવી લીધો?'

રાજકોટઃ વોર્ડ નં.૫ના કોર્પોરેટર સંજય ચાવડાએ સોખડા ખાતે સૂચિત એનિમલ હોસ્‍ટેલનો મુદ્દો ઉઠાવી અધિકારીઓને ભીંસમાં લીધા હતા.

તેમણે જણાવ્‍યું હતું કે સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં એનિમલ હોસ્‍ટેલ બનાવવાની મંજૂરી આપી દેવાયાને આશરે ત્રણ મહિના થઈ ગયા હોવા છતાં હજુ સુધી સ્‍થળ ઉપર કોઈ નોંધપાત્ર કામગીરી થઈ નથી. આ અંગે અધિકારીઓને પૂછવામાં આવે ત્‍યારે રૂડા હસ્‍તકની જમીન હોવાથી હજુ ડિમાર્કેશનની કામગીરી બાકી હોવાનું જણાવવામાં આવે છે.

આ જવાબ સામે સંજય ચાવડાએ સવાલ ઉઠાવ્‍યો હતો કે, ‘જો જમીનનું ડિમાર્કેશન જ થયું ન હતું અને જમીન ફાઈનલ નહોતી તો અધિકારીઓએ પ્રોજેક્‍ટને સ્‍ટેન્‍ડિંગ કમિટીમાંથી મંજૂર કેવી રીતે કરાવી લીધો.

(3:35 PM IST)