<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્‍કર્મ ગુજારવાના કેસમાં આરોપીના જામીન મંજૂર

રાજકોટ, તા.૨૦: અત્રે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઇને દુષ્‍કર્મ ગુજારવાના કેસમાં આરોપીને જામીન પર છોડવા પોકસો અદાલતે હુકમ કર્યો હતો.

આ કામના ફરિયાદીના વાલીપણા માંથી સગીર દીકરીને આરોપી હિમેશ અજયભાઈ સરવૈયા સાથે એકબીજાના સંપર્કમાં હોય આરોપી તથા ભોગ બનનાર બંનેને પ્રેમ સંબંધ હોય, જેથી આરોપી ભોગ બનનારને હોટેલમાં લઈ જઈ ખોટું આધાર કાર્ડ બનાવી હોટલમાં રજૂ કરીઆરોપીએ હું તને પ્રેમ કરું છું તારી સાથે લગ્ન કરવા માગું છું તેમ કહી ભોગ બનનારને વાલીપણામાંથી ભગાડી જઈ શરીર સંબંધ બાંધ્‍યો હતો આ અંગે કુવાડવા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા  પોલીસ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતો.આથી આરોપી હિમેશ અજયભાઈ સરવૈયાએ સ્‍પેશીયલ જજ પોકસો કોર્ટમાં  જામીન અરજી કરેલ હતી.

આરોપીના વકીલે અદાલતમાં દલીલમાં જણાવેલ કે આરોપી સાથે પ્રેમ સંબંધ હોય, આરોપીએ ભોગ બનનારને કોઈ લાલચ કે પ્રલોભન આપેલ નથી, બળજબરી કરેલ નથી કે ધાક-ધમકી આપેલ નથી ભોગબનનારની ઉમર ૧૭ વષૅ ૬ માસની છે તેમજ અરજદાર/આરોપીની ઉમર ૧૯ વર્ષની છે તેમજ કોઈ ગુનાહીત ઇતિહાસ ધરાવતા નથી અને અરજદારનું કસ્‍ટોડીયલ ઇન્‍ટરોગેસન પૂર્ણ થઈ ગયેલ છે. નિયમિત ટ્રાયલ દરમિયાન હાજરી આપવાની ખાતરી આપતા હોય તેમજ અલગ અલગ ચુકાદાઓને ધ્‍યાને લઈ આરોપીના જામીન મંજૂર કરવા ઘણી  અરજ કરેલ હતી.

ઉપરોક્‍ત રજૂઆતને ધ્‍યાને લઈને આરોપી હિમેશ અજયભાઈ સરવૈયાની જામીન અરજી  પોકસો કોર્ટના સ્‍પેશિયલ જજે  શરતોને આધીન મંજૂર કરી આરોપીને જમીન પર મુક્‍ત કરવાનો આદેશ કરેલ હતો. આ કામમાં આરોપી હિમેશભાઈ અજયભાઈ સરવૈયા તરફે સૌરાષ્‍ટ્રના પટેલ લો ફર્મના ધારાશાષાી દીલીપભાઈ પટેલ, કલ્‍પેશ નસીત, નૈમિષ જોષી, અનિતા રાજવંશી તથા આસીસ્‍ટન્‍ટ તરીકે ઈશા કણઝારીયા રોકાયેલ હતા.

દિલીપ પટેલ અને કલ્‍પેશ નસીત

આરોપીના એડવોકેટસ

(3:48 PM IST)