<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

અકિલા રઘુવંશી બીટ્‍સ નવરાત્રી મહોત્‍સવના કાર્યાલયનો પ્રારંભ

ખેલૈયાઓ થઈ જાવ તૈયાર...રઘુવંશી ખેલૈયાઓ વચ્‍ચે જામશે નવરાત્રીનો રંગ :સાધુવાસવાણી રોડ પર રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્‍સવનું આયોજનઃ સંપૂર્ણપણે પારિવારીક, ગરીમાપૂર્ણ, મર્યાદાયુકત વાતાવરણમાં યોજાશે પવિત્ર મહોત્‍સવઃ માતાજીના ગરબા, લોકગીતો, પ્રાચીન-અર્વાચીન સ્‍તુતીઓ, દુહા-છંદની રમઝટ જામશેઃ ખેલૈયાઓમાં અનેરો ઉત્‍સાહ

રાજકોટઃ સતત અગીયારમાં વર્ષે રઘુકુળ યુવા ગ્રુપ દ્રારા અકિલા પરીવારના મોભી અને રઘુવંશી જ્ઞાતિરત્‍ન કિરીટકાકા ગણાત્રાનાં શારદીય માર્ગદર્શનમાં નવરાત્રી તા.૧૧/૧૦/૨૦૨૬ થી અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૬નું ભવ્‍ય આયોજન કરવામાં આવનાર છે. આ મેગા આયોજનની વિશેષ માહિતી આપતાં શ્રી રઘુકુળ યુવા ગ્રુપના આયોજક મિતેશભાઈ રૂપારેલીયા, જયદેવ રૂપારેલીયા અને રઘુકુળ યુવા ગ્રુપનાં યુવાન, ઉત્‍સાહી અને સાથી ટીમ જણાવે છે કે, દશ દિવસ દરમિયાન યોજાનાર આ ભવ્‍ય મહોત્‍સવમાં હજારો ખેલૈયાઓની ઉપસ્‍થિતિમાં, મોકળાશથી તેમજ સંપૂર્ણપણે પારિવારીક, ગરીમાપૂર્ણ, મર્યાદાયુકત વાતાવરણમાં ખેલૈયાઓ પરીવાર સાથે અત્‍યંત પ્રેમ અને આદરભર્યા વાતાવરણમાં ઝુમશે. મા આધશકિતની આરાધના સૌ સાથે મળી કરશે.

આ રાસોત્‍સવમાં દરરોજ માતાજીના ગરબા, લોકગીતો, પ્રાચીન-અર્વાચીન સ્‍તુતીઓ, દુહા-છંદની રમઝટ બોલાવવામાં આવશે. દરેક નોરતે 'જ્‍ય આધાશકિત' જાણીતા ભકિતપદથી રાસોત્‍સવનાં મંગલાચરણ કરાયા બાદ સમગ્ર ગુજરાતમાં પોતાના સુર, તાલ અને લયથી જાણીતા બનેલા કલાકારો દરરોજ હજારો ખેલૈયાઓને ભાવવિભોર બનીને ઝુમાવશે. રઘુવંશી રાસોત્‍સવમાં અત્‍યાધુનીક ડીઝીટલ સાઉન્‍ડ સીસ્‍ટમ સથવારે ખેલૈયાઓ ધૂમ મચાવશે. સમગ્ર પરીસરને ભવાની સીકયુરીટીના બાઉન્‍સરો સુરક્ષા કવચ પુરું પાડશે.

‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૬' વિશેષ જાણકારી માટે જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, સાંઈનગર કોમ્‍યુનીટી હોલની સામે (મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭) કાર્યાલયે જ સંપર્ક કરવો.

(4:14 PM IST)