<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

શિવજી અને વિષ્‍ણુજી નાબહેન કોણ છે?

શ્રાવણનું શ્રધ્‍ધા બિંદુ

૨૮ ઓગસ્‍ટે આ વખતે રક્ષાબંધન પર્વ છે ત્‍યારે સહેજે ય સવાલ થાય કે શિવજીના બહેન કોણ અહીં પ્રશ્‍નાર્થ આવશે વિષ્‍ણુ ના બહેન કોણ અહીં પણ પ્રશ્‍નાર્થ આવશે એ પણ લગભગ લોકો જાણતા નથી.

પહેલા તમને રામના બહેનનું નામ જણાવી દઈએ રામની બહેનનું નામ શાંતા હતું શ્રી કૃષ્‍ણ ની બહેનનું નામ સુભદ્રા હતું ગણેશની બહેનનું નામ અશોક સુંદરી અને જ્‍યા હતું યમરાજ ની બહેનનું નામ યમુના હતુ પણ શિવ કે વિષ્‍ણુની બહેનનું નામ તો જાણતા નહીં હોય ને ભગવાન વિષ્‍ણુનીબહેન હતીઃ શાકત પરંપરા મુજબ પાધનિક પ્રાદેશિક છે તો વિષ્‍ણુ અને સરસ્‍વતી ભાઈ બહેન છે.

શિવની બહેનનું નામ આપીએ તો અસારવી દેવી છે.કહે છેકે, પાર્વતી એકલા રહેતા હતાં તેથી તેમણે શિવને કહ્યું મારે એક નણંદ હોત તો કેટલુ સારુ હોત. તેમની ઇચ્‍છા જાણી શિવે પોતાની માયાથી અસારવીદેવીની ઉત્‍પતિ કરી. અસારવી સ્‍નાન કરીને પાછી આવી. અસારવીને જોઈને પાર્વતિ ખુશ થઈ

પાર્વતીએ તેને જમવા બોલાવી તો ભંડારમાં જેટલુ હતું એ બધું સફાચટ કરી ગઈ. પછી પાર્વતી એ તેને વસ્‍ત્ર આપ્‍યા તો એ પણ ટૂંકા થયા,તો તેણે પગમાં સંતાડી દીધા શિવે અસારવીને પૂછ્‍યું કે પાર્વતી ક્‍યાં છે? તેણે જવાબ આપ્‍યો કે મને ખબર નથી , પછી તે હસવા લાગી અને પગની તિરાડમાંથી પાર્વતીને બહાર કાઢ્‍યા પછી પાર્વતીજીએ કહ્યું હે શિવ આ મારે ન પોષાય આને જલ્‍દી સાસરે વળાવો અને અસારવીદેવીને કૈલાસથી રવાના કરી દીધી.

હેમેન ભટ્ટ

(10:55 AM IST)