<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

પડધરી કવિશ્રી દાદ કોલેજમાં એઇડસ અવેરનેશ કાર્યક્રમ યોજાયો

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરીઃ કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ પડધરી ખાતે શિક્ષણ વિભાગના માર્ગદર્શન અનુસાર Sickle Cell Thalassemia and HIV/AIDS Awareness કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમના પ્રથમ વક્‍તા  હિતેશભાઈ ભેડા -(AIDS Advisor - CHC Centre - Paddhari) એ HIV/AIDS - સંક્રમણ, અટકાયત અને સામાજિક જાગળતિ અંગેસમજ આપી હતી. બીજા વક્‍તા જુનૈદભાઈ શેખ - (MPHW - Paddhari) એ સિક્કલ સેલ અને થેલેસેમિયા ના કારણો આ અંગે જાગળતિ અને નિવારણ માટેનાં ઉપાયો, રાજ્‍ય સરકારશ્રીની સ્‍વાસ્‍થ્‍ય સંબંધી વિવિધ જનહિતકારી વિવિધ યોજનાઓ વગેરે વિષય માર્ગદર્શન આપ્‍યું હતું. ત્‍યારબાદ પ્રશ્‍નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓના સ્‍વાસ્‍થ્‍ય સંબંધિત જુદા જુદા પ્રશ્‍નોનો સમાધાન પણ કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમના અધ્‍યક્ષ અને કોલેજના પ્રિ-ન્‍સિપાલશ્રી ડો.કે.જી. છાયા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણા આપવામા આવી હતી.સંચાલન સંસ્‍કળત વિભાગના અધ્‍યક્ષ ડૉ. જે.વી કરંગિયા દ્વારા કરવામાં આવ્‍યું હતું

(11:00 AM IST)