હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ બાર એસો. દ્વારા રવિવારે દેશના શ્રેષ્ઠ વકીલો દ્વારા કાનુની માર્ગદર્શન સેમિનારનું આયોજન
આત્મીય કોલેજના હોલમાં સેમિનાર પૂર્વે બાર એસો. દ્વારા તડામાર તૈયારીઃ કાનુની નીતિ-જામીન-ગુજરાત જમીન મહેસુલ સંહિતા-AIના યુગમાં વકીલાત જેવા વિષયો ઉપર કાનુની માર્ગદર્શન અપાશેઃ બીસીજી ચેરમેન જે. જે. પટેલ, સુધીરભાઇ નાણાવટી, સતિષ દેશમુખ- શ્રીમાળી રાજસ્થાન ભુષણ બારીક ઓરીસ્સા ડી. કે. શર્મા ઉતરાખંડ-પ્રશાંતસિંહ, ઝારખંડ સહિતના દેશભરના નામાંકિત વકીલો ઉપસ્થિત રહેશેઃ રાજકોટ બાર એસો.નું ભવ્ય આયોજન

રાજકોટ તા. ૨૧ : રાજકોટ બાર એસોસીએશન દ્વારા અલગ વિષયો ઉપર નેશનલ લીગલ સેમીનારનું નિચેના સ્થળ અને સમયે આયોજન કરેલ છે. આ સેમીનાર આત્મીય કોલેજ કાલાવડ રોડ ઉપર રવિવારે સવારના ૯:૦૦ કલાક થી સાંજના ૬:૩૦ સુધી અલગ અલગ વિષય ઉપર વકતાઓ દ્વારા લેકચર આપવામાં આવશે. આત્મીય કોલેજમાં કુલ ૩ હોલમાં વકીલોની સભ્ય સંખ્યા સમાવેશ થશે અને વહેતા તે પહેલાના ધોરણે દરેકે પોતાનું સ્થાન મેળવવાનું રહેશે.
ઉપરોકત સેમીનારમાં પ્રોફેશનલ એથીકસ ઈન લીગલ પ્રેકટીસ તથા જામીન/બેઈલ મેળવવા માટેની કાયવાહી અન્વયેની કાયદાકીય માહીતી આપવામાં આવશે તેમજ ધી ઈમ્પોર્ટન્સ ઓફ રજીસ્ટ્રેશનએન્ડ લીગલ રીકવાઈરમેન્ટસ એન્ડ રીગાર્ડસ ટાન્જેકશન ઓફ ઈમુવેબલ પ્રોપર્ટી એન્ડ અમેન્ડમેન્ટ રીકવાયર્ડ ટુ સેફ ગાર્ડ પચેંજર્સ તથા ક્રીમીનલ ઈન્કવાયરી, તથા સ્કોપ એન્ડ એસ્ટેન્ત ઓફ એ પ્રીલીમીનરી બીફોર રજીસ્ટ્રેશન ઓફ એફ આઈ આર તથા ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ, તથા ડીંકોડીંગ, ડીઝીટલ એવીડન્સ અન્ડર બીએનએસએસ એન્ડ બીએસએ ફ્રોમ હેઝ વેલ્યુ ટુ ડેટા પ્રાઈવેસી ઈન ટ્રાયલ કોર્ટ તથા એડવોકેસી ઈન એ આઈ એઈજ વિગેરે મહત્વના વિષયો/ટોપીક ઉપર વકીલોને કાયમી ધોરણે ઉપયોગમાં આવે તેવું તજગ્ન વકતા દ્વારા જ્ઞાન આપવામાં આવશે.
રાજકોટમાં ગત વર્ષ ના યોજાઈ ગયેલ અદભુત સેમીનારને ખુબ લોક ચાહના મળ્યા બાદ આ વર્ષે પણ બાર એસોસીએશનના પ્રમુખ સુમીત વોરા, સેક્રેટરી નીલેશ પટેલ, એસ. કે. જાડેજા, જયેન્દ્ર ગોંડલીયા, પ્રગતીબેન માંકડીયા, કેતન મંડ, સહીતના સેમીનાર સફળ બનાવવા દરરોજ અલગ અલગ બારની મીટીંગો લઈ રહેલ છે. આ ઉપરાંત રાજકોટ બાર એસોસીએશનના કારોબારી સભ્યો સ્તવન મેહતા, ભાર્ગવ પંડયા, વિજય રૈયાણી, સંજય ડાંગર, અશ્વીન રામાણી, કલ્પેશ સાકરીયા, દીપ વ્યાસ, નીશાબેન લુણાગરીયા, મીનલબેન સોનપાલ, હીરલબેન જોષી, રક્ષાબેન ઉપાધ્યાય, હસમુખ સાગઠીયા કાર્યક્રમ સફળ બનાવવા તન તોડ મહેનત કરી રહયા છે.
આ સેમીનારમાં રજીસ્ટ્રેશન ખુબ જ સારા પ્રમાણમાં પુર્ણ થઈ ગયેલ છે. હવે કોઈ વકીલો સરમાવે નહી તેવી સ્પષ્ટતા આયોજકોએ કરેલ છે. કાર્યક્રમ સફળ બનાવવા આજરોજ અલગ અલગ બાર એસોસીએશનના હોદેદારો સ્થળ ઉપર જઈ કાર્યક્રમ સબંધેની અલગ અલગ કમીટીની રચના કરી કામગીરીની સોંપણી કરવામાં આવેલ હતી, આ સમગ્ર સેમીનારનું માર્ગદર્શન બાર કાઉન્સીલના મેમ્બર દીલીપભાઈ પટેલ, પુર્વ પ્રમુખ પરેશભાઈ મારુ, રમેશભાઈ કથીરીયા, વિજય તોગડીયા, પરેશભાઈ પાદરીયા, બીમલ જાની, દીલીપ મહેતા, પ્રકાશસીંહ ગોહીલ, જયેશભાઈ યાદવ, અશોકભાઈ ગોસાઈ, કેતનભાઈ દવે, પંકજ દોંગા, અનીલ કાકડીયા, રમેશ કાપડીયા, લલીત સંખાવરા, યોગેશભાઈ ઉદાણી, રાજભા ગોહીલ, સહીતના કાર્યક્રમ સફળ બનાવવા મહેનત કરી રહયા છે.
વકીલોની સાથે મહીલા એડવોકેટો પણ ખભે ખભ્ભા મીલાવી કાર્યક્રમ સફળ બનાવવા માટે નયનાબેન ચૌહાણ, બીનલબેન રવેશીયા, મહેશ્વરીબેન ચૌહાણ, સ્મીતાબેન અત્રી, ધારા મુળશા, ઉર્વશી કાકડીયા, એકતા જોષી, વંદના પોપટ, દક્ષાબેન બોખાણી, અલ્પાબેન પેઢડીયા, અંજુબેન ચૌહાણ, દર્શના નાયર, રચના કકકડ, જયોતીબેન શુકલ, રાજવી દોંગા, ડીમ્પલ તારપરા, શ્રાધ્ધા અકબરી, દેવુબેન બાંભવા, કોમલ કોટક, સ્વીટી પ્રજાપતી, કાજલ ખસમાણી, કાજલ કથીરીયા, એકતા સુદાણી, આરતી સેલડીયા, મોનલબેન ગોસ્વામી, સહીતના પણ નેશનલ લીગલ સેમીનાર સફળ બનાવવા મીટીંગો કરી રહયા છે. તેમ બાર એસો.ના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેષ પટેલની યાદીમાં જણાવાયું છે.
રવિવારના
સેમિનારના વિષયો
૧. કાનૂની નીતિ - Legal Ethics ૨. જામીન - Bail ૩. ફરિયાદ નોંધણી પહેલાની પ્રાથમિક તપાસનો અવકાશ ૪. સ્થાવર મિલકતના વ્યવહારમાં નોંધણીનું મહત્વ અને ખરીદદારોના રક્ષણ માટે જરૂરી સુધારા ૫. ગુજરાત જમીન મહેસૂલ સંહિતા ૬. BNSS અને BSA હેઠળ ડિજિટલ પુરાવા અને ડેટા પ્રાઇવસી ૭. AI ના યુગમાં વકીલાત - Advocacy in the AI Age.
નેશનલ લીગલ સેમીનારનો હિસાબ બાર એસોસિએશન કાર્યક્રમ બાદ રજુ કરશે
રાજકોટ તા.૨૧: રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેશ પટેલ દ્વારા તમામ વકીલો અને જાહેર જનતા જોગ યાદી આપેલ છે કે બાર એસોસિએશનના નેશનલ લીગલ સેમિનારમાં ખૂબ જ મોટો ખર્ચ થનાર છે અને તે માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પણ નાનો સહયોગ બાર એસોસિએશનને મળેલ છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા રાજકોટમાં અગાઉ રાજકોટમાં જેટલા સેમિનાર થયેલ તેમાં પણ બાર કાઉન્સિલ ગુજરાતે મોટો સહયોગ આપેલ હતો અને તે તમામ જાણે છે ગત વર્ષ લીગલ સેમિનારમાં અમુક વિઘ્ન સંતોષીઓ દ્વારા હિસાબની માગણી કરી બદનામ કરવાની કોશિશ કરેલ જે તે સમયે તમામ સેમીનારનો હિસાબ પણ જાહેર કરેલ હતો. કોઈ હિસાબની ચિંતા કરતા નહીં. આ વર્ષ પણ નેશનલ લીગલ સેમિનાર પૂરો થયો બાદ તમામ હિસાબો બાર એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવશે. આવક જાવક તમામ ખર્ચ ચેકથી તથા વાઉચરથી રકમ ચૂકવવામાં આવનાર છે જે અંગે બાર એસો. દ્વારા જાહેર કરાયેલ છે.
જે. જે. પટેલ
(ચેરમેન-ગુજરાત બાર એસો.)
સુધિરભાઇ નાણાવટી
(સીનીયર કાઉન્સીલ હાઇકોર્ટ)
સતિષ દેશમુખ
મહારાષ્ટ્ર
શ્રીમાળી
રાજસ્થાન
ભુષણ બારીક ઓરિસ્સા
ડી.કે. શર્મા
ઉતરાખંડ
પ્રશાંતસિંહ
ઝારખંડ
દિલીપ પટેલ
(મેમ્બર બી.સી.આઇ.)
સુમિત વોરા
(પ્રમુખ રાજકોટ બાર અસો.)
સેમિનારમાં ભાગ લેનાર વકીલોને બેગ અપાશે











