<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

શહેર ભાજપ દ્વારા વિવિધ વોર્ડમાં નવી નિમણુંકો જાહેરઃ સંગઠનને મજબૂત બનાવવા હોદ્‌ાઓ અપાયા

રઘુવંશી સમાજમાં ઉત્‍સાહી યુવા આગેવાનો જવાબદારી મળતા શ્રી રઘુવંશી યુવા શક્‍તિ સંઘ દ્વારા સન્‍માન

રાજકોટઃ ભારતીય જનતા પાર્ટીના સંગઠનાત્‍મક માળખાને વધુ કાર્યક્ષમ, મજબૂત અને વેગવંતું બનાવવાના હેતુથી રાજકોટ શહેર ભાજપ દ્વારા વિવિધ વોર્ડમાં પક્ષના પાયાના અને નિષ્‍ઠાવાન કાર્યકર્તાઓને નવી સંગઠનાત્‍મક જવાબદારીઓ સોંપવામાં આવી છે. ભાજપના વિવિધ મોરચામાં રઘુવંશી સમાજના સક્રિય અને ઉત્‍સાહી આગેવાનોની મહત્‍વના હોદ્દાઓ પર પસંદગી થતાં સમગ્ર સમાજ અને કાર્યકર્તાઓમાં આનંદ અને ઉત્‍સાહનો માહોલ છવાયો છે. તેમ જણાવાયું છે.

તાજેતરમાં જાહેર થયેલી નવી નિમણૂકોમાં વોર્ડ નંબર ૧ માં છેલ્‍લા ૧૦ વર્ષથી પક્ષમાં સક્રિય અને અગાઉ વોર્ડ નં. ૧ મહિલા મોરચાના મંત્રી, ઉપપ્રમુખ તેમજ 'સદસ્‍યતા અભિયાન' ના ઈન્‍ચાર્જ તરીકે સફળ કામગીરી કરી ચૂકેલા શ્રીમતી જલ્‍પાબહેન દત્તાણી (મો. ૮૪૬૦૯ ૧૬૫૩૦) ની મહિલા મોરચાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

તેઓ સામાજિક ક્ષેત્રે 'જલ્‍સ એક્‍ટિવીટી લેડિઝ ક્‍લબ' ના પ્રમુખ તરીકે મહિલાઓના સશક્‍તિકરણ માટે અને ‘રામ મેરેજ બ્‍યુરો ગૃપ' ના કમિટી મેમ્‍બર તરીકે પણ સક્રિય સેવા આપી રહ્યા છે.

વોર્ડ નંબર ૨ માં સફળ ઉદ્યોગસાહસિક (‘આર.આર. એન્‍ટરપ્રાઈઝ')  અને ‘શ્રી રઘુવંશી યુવા શક્‍તિ સંઘ' વોર્ડ નં. ૦૨ ના પ્રમુખ  વિશાલભાઈ કોટક (મો. ૮૨૩૮૬ ૬૬૩૨૨) ને યુવા મોરચાના મહામંત્રી બનાવવામાં આવ્‍યા છે. તેઓ ‘શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ મારફતે ગરીબોને નિઃશુલ્‍ક રાશન કીટ, વ્‍હીલચેર તથા દવાઓનું વિતરણ અને ‘કે.એસ. ફાઉન્‍ડેશન' દ્વારા ઇજાગ્રસ્‍ત પશુઓની સારવાર જેવાં જીવદયાનાં કાર્યો સાથે પણ જોડાયેલા છે. આ સાથે વર્ષ ૨૦૧૭ થી ભાજપમાં સક્રિય અને અગાઉ ૨૦૧૯ થી ૨૦૨૨ દરમિયાન વોર્ડ મંત્રી તથા ૨૦૨૨ થી ૨૦૨૫ સુધી ઉપપ્રમુખ તરીક જવાબદારી નિભાવી ચૂકેલા શ્રી જયભાઈ સોમમાણેક (મો. ૯૨૭૫૨ ૯૫૬૫૩) ને પણ વોર્ડ નંબર ૨ માં યુવા મોરચાના મહામંત્રી તરીકેની મહત્‍વની જવાબદારી સોંપાઈ છે.

આ ઉપરાંત, વોર્ડ નંબર ૭ માં છેલ્‍લા ૧૨ વર્ષથી પક્ષમાં કાર્યકર તરીકે સેવા આપતા, અગાઉ યુવા મોરચાના મહામંત્રી રહી ચૂકેલા અને ‘પંચનાથ હોસ્‍પિટલ ટ્રસ્‍ટ માં નિઃસ્‍વાર્થ ભાવે આરોગ્‍ય સેવાઓ આપતા શ્રી મોહિતભાઈ ગણાત્રા (મો. ૯૪૨૯૨ ૪૯૧૫૦) ની યુવા મોરચાના પ્રભારી તરીકે પસંદગી કરાઈ છે.

વોર્ડ નંબર ૧૪ માં વર્ષ ૨૦૨૨-૨૪ દરમિયાન સ્‍વામી વિવેકાનંદ યુવક બોર્ડમાં સહ-ઈનચાર્જ, બૂથ શક્‍તિ કેન્‍દ્રના ઈનચાર્જ તથા આઈ.ટી. અને સોશિયલ મીડિયા સેલના ઈનચાર્જ તરીકે ે અનુભવ ધરાવતા શ્રી જયદીપભાઈ સોમૈયા (મો. ૯૮૯૮૪ ૧૨૬૧૪) ને યુવા મોરચાના મહામંત્રી પદે નીમવામાં આવ્‍યા છે. રાજકોટ શહેર ભાજપ સંગઠન દ્વારા વોર્ડ નંબર ૧૪ માં સંગઠનના માળખાને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવાના ભાગરૂપે પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્‍યો છે, જેમાં છેલ્‍લા ૭ વર્ષથી સ્‍થાનિક સ્‍તરે અવિરત સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સક્રિય મહિલા અગ્રણી શ્રીમતી ગીતાબહેન રાજાણી વોર્ડ નંબર ૧૪ ના ભાજપ મહામંત્રી તરીકે નિયુક્‍તિ કરવામાં આવી છે. આ તમામ નવનિયુક્‍ત હોદ્દેદારોનું શ્રી રઘુવંશી યુવા શક્‍તિ સંઘ ના સંસ્‍થાપક અને ગુજરાત પ્રમુખ  કે.ડી. રઘુવંશી તેમજ ગુજરાત પ્રભારી કુલદીપ રઘુવંશી  તેમજ ટીમ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

તસ્‍વીરમાં ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે કે.ડી રઘુવંશી (કાછેલા ધવલ) સંસ્‍થાપક અને ગુજરાત પ્રમુખ, શ્રી રઘુવંશી યુવા શક્‍તિ સંઘ મો.૮૩૦૬૪ ૨૩૮૬૮, કુલદીપભાઈ રઘુવંશી (કાનાબાર) ગુજરાત પ્રભારી, શ્રી રઘુવંશી યુવા શક્‍તિ સંઘ મો.૮૨૦૦૭ ૧૭૫૫૭ તેમજ નવ નિયુક્‍ત વોર્ડ વાઇઝ વિવિધ મોરચા ના આગેવાનો જલ્‍પાબહેન દતાણી પ્રમુખ, મહિલા મોરચા , વોર્ડ ૦૧ , રાજકોટ ભાજપ મો.નં ૮૪૬૦૯ ૧૬૫૩૦, વિશાલભાઈ કોટક મહામંત્રી, વોર્ડ નંબર ૦૨, યુવા મોરચા , રાજકોટ ભાજપ મો.નં ૮૨૩૮૬ ૬૬૩૨૨, જયભાઈ સોમમાણેક મહામંત્રી, વોર્ડ નંબર ૦૨, યુવા મોરચા, રાજકોટ ભાજપ મો.નં ૯૨૬૫૨ ૯૫૮૫૩, મોહિતભાઈ ગણાત્રા પ્રભારી, વોર્ડ નંબર ૦૭, યુવા મોરચા , રાજકોટ ભાજપ મો.ન ૯૪૨૯૨ ૪૯૧૫૦, મોહિલભાઈ ભીમજિયાણી પ્રમુખ , વોર્ડ નંબર ૦૭, યુવા મોરચા, રાજકોટ ભાજપ મો.ન ૯૪૨૯૫ ૭૧૬૬૬, જયદીપભાઈ સોમૈયા મહામંત્રી, વોર્ડ નંબર ૧૪ , યુવા મોરચા, રાજકોટ ભાજપ મો.નં ૯૮૯૮૪ ૧૨૬૧૪, ગીતાબહેન રાજા મહામંત્રી , વોર્ડ નંબર ૧૪ , મહિલા મોરચા , રાજકોટ ભાજપ મો.નં  ૯૮૨૪૨ ૩૧૩૩૭ નજરે પડે છે.

(12:54 PM IST)