<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

જન્‍માષ્‍ટમી મહોત્‍સવની નીધિ સમિતિ જાહેરઃ કાલે ઇનામ વિતરણ અને તાવો

રાજકોટ, તા. ર૧: શ્રીકળષ્‍ણ જન્‍માષ્‍ટમી મહોત્‍સવને જાજરમાન અને દિવ્‍ય સુસ્‍વરૂપે ઉજવવાના તથા રાજકોટ શહેરને ગોકુળીયુ બનાવવાના આયોજન અંતરગત જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા વિવિધ જવાબદારીઓની રચના કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે માર્ગદર્શક સમિતિના સભ્‍યો માવજીભાઈ ડોડિયાં, નરેન્‍દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, પરતાપભાઇ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઇ મકવાણા ઉપરાંત સમીતીના અધ્‍યકળષ રાજાભાઇ (વાવડી), ધરમયાત્રા અધ્‍યકળષ ધર્મેદ્રસિંહ વાળા, કારર્યકારી અથકળષ તિરથરાજસિંહ ગોહિલ તથા સમીતીના ઇન્‍ચાર્જ પરેશભાઈ રૂપારેલીયા દ્વારા મહોત્‍સવના આયોજન અને વયવસ્‍થાને વધુ સુવ્‍યવસ્‍થિત બનાવવા માટે નિધિ સમિતિના સભ્‍યોની નિમણૂક કરવામાં આવી છે.

ડો. મનીષ ગોસાઈ, અજયભાઈ વાડોલીયા, આલાપભાઈ બારાઈ, સુરેશભાઈ પાટીલ, કમલેશભાઈ ગમારા, મનીષભાઈ વડેરીયા, લાખાભાઈ કનારા, રવિભાઈ ત્રાપજીયા, અશોકસિંહ ડોડીયા, દિલીપભાઈ સોલંકી, કિરીટસિંહ ડોડીયા, વિપુલભાઈ ગજ્જર, કુલદીપભાઈ વિસાણી, સંજયભાઈ ગોસ્‍વામી, ચેતનભાઈ આસોદરીયા, રાકેશભાઈ ગોસ્‍વામી ની નિમણૂક કરવામાં આવી હતી. કાલે સાંજે બી.એ.પી.એસ. કાલાવડ રોડ સ્‍વામિનારાયણ મંદિરમાં ઇનામ વિતરણ અને તાવો થશે.

 

જન્‍માષ્ટમી મહોત્‍સવને સફળ બનાવવા માટે રાજકોટ શહેર તથા આસપાસના વિસ્‍તારોમાંથી સમાજના વિવિધ વર્ગોના આગેવાનો, કાર્યકર્તાઓ અને ધરમપ્રેમી નાગરિકોનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. મહોત્‍સવના વિવિધ આયોજનો માટે જરૂરી નાણાકીય સંકલન, સહયોગ અને વ્‍યવસ્‍થાના આયોજનમાં નિધિ સમિતિ મહત્‍વપૂરણ ભૂમિકા ભજવશે. સંતો મહંતો, સામાજિક અગ્રણીઓ તથા સમિતિના આગેવાનો દ્વારા નિધિ સમિતિમાં નિમણૂક પામેલા તમામ સભ્‍યોને અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા. આગામી દિવસોમાં જન્‍માષ્ટમી મહોત્‍સવને વધુ ભવ્‍ય અને ઐતિહાસિક બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના તથા જવાબદારીઓની ફાળવણીની પ્રક્રિયા સતત આગળ ધપાવવામાં આવશે તેમ સમિતિના સહ ઇન્‍યાજ કૌશિકભાઈ સરધારાએ જણાવ્‍યું હતું.

સમિતિના ઉપાધ્‍યક્ષ શ્રી પ્રફુલભાઈ નડીયાપરાએ જણાવ્‍યું હતું કે જન્‍માષ્ટમી મહોત્‍સવ અંતરગત આવતીકાલે તાવા પ્રસાદ તથા શીલ્‍ડ વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું છે. આ મહોત્‍સવ સાથે જોડાયેલા કાર્યકરો, સસ્‍વયંસેવકો, વિવિધ મંડળો-સંસ્‍થાઓ તથા ધર્મપ્રેમી નાગરિકોની વિશાળ ઉપસ્‍થિતિ દિનાંકઃ ૨૨ શનીવાર, સમયઃ સાજે ૬:૩૦ કલાકે, સ્‍થળઃ બીએપીએસ સ્‍વામીનારાયણ મંદીર, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે યોજાશે.

સમિતિના ઈન્‍ચાર્જ પરેશભાઈ રૂપારેલીયા એ કહ્યું હતું કે આ જન્‍માષ્ટમી મહોત્‍સવની થીમનું સંતોના પાવન હસ્‍તે અનાવરણ કરવામાં આવશે. જન્‍માષ્ટમી મહોત્‍સવના સમગ્ર આયોજનને નવી દિશા અને આધ્‍યાત્‍મિક ઊર્જા આપતી આ થીમનું અનાવરણ ઉપસ્‍થિત સૌ માટે વિશેષ આધ્‍યાત્‍મિક કળષ્‍ણ બની રહેશે.

સમિતિના માર્ગદર્શન શ્રી શાંતુભાઇ રૂપારેલીયાએ કહ્યુ હતુ કે આ પ્રસંગે સંત શ્રી અપુર્વમુની સ્‍વામીજી ઉપસ્‍થિત રહી ભકતજનોને આર્શીવાદ પાઠવશે અને સૌને ભગવાન શ્રીકળષ્‍ણના પાવન સંદેશ તથા ધર્મમય જીવન ના માર્ગ પર ચાલવા પ્રેરિત કરશે. તથા આજના નવયુવાનોને તેમની અંદર રહેલી શક્‍તીનું સ્‍મરણ કરાવતા ભગવાન શ્રી કળષ્‍ણના ઉપદેશને જિવનમાં અપનાવવા માટે આશિર્વાદ આપશે. તાવા પ્રસાદનું જાહેર નિમંત્રણ છે.

સમિતિના અધ્‍યકક્ષ રાજાભાઈ વાવડી  અને ધર્મેન્‍દ્રસિંહ વાળા દ્વારા સૌને પરિવાર અને સ્‍વજનો સાથે ઉપસ્‍થિત રહી આ પ્રસંગની ભક્‍તિ, એકતા અને ઉત્‍સાહના પુર તરીકે ઉજવવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓએ ઝુંબેશ ઉઠાવી છે, પ્રાંશુભાઈ હઠી, નારાયણ ઓમ તાવ્‍યા, પ્રિન્‍સ જોબનપુત્રા, શિવમ રાઠોડ, સંજયભાઈ ગઢવી, ધ્‍વનિતભાઈ સરવૈયા, હર્ષભાઈ મુત્રેજા, ધનરાજભાઈ રાઘાણી, કલ્‍પેશભાઈ લોધા, રાજુભાઈ ઉમરાણીયા, દિલીપભાઈ દવે, પંકજભાઈ તાવ્‍યા, આનંદભાઈ નેનોજી, યોગેશભાઈ ચોટલીયા, પૂર્વીશભાઈ વડગામા, યોગીભાઈ ત્રિવેદી, જીતુભાઈ કેસુર, પ્રદીપભાઈ ચૌહાણ, પ્રિન્‍સભાઈ જોબનપુત્રા, મેહુલભાઈ ચૌહાણ, સમીરભાઈ માનસેતા વગેરે કાર્યરત છે.

(2:40 PM IST)