તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
રાજકોટમાં સંજયરાજ ગ્રુપ સાથે હિલ્ટનની પ્રથમ હોટલ શરૂ થશે

રાજકોટ : રાજકોટના હોસ્પિટાલિટી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વૈશ્વિક હોસ્પિટાલિટી કંપની ફિલ્ટન એ રાજકોટમાં કબલ ટ્રી બાય હિલ્ટન રાજકોટ હોટેલ માટે કરાર કર્યો છે. સંજયરાજ એન્ડ કંપની સાથેની ભાગીદારીમાં વિકસાવવામાં આવતી આ હોટેલ રાજકોટમાં હિલ્ટન ની પ્રથમ પ્રોપર્ટી તેમજ કબલ ટ્રી બાય ફિલ્ટન બ્રાન્ડની શહેરમાં પ્રથમ હોટેલ બનશે.
રાજકોટના સેકન્ડ રીંગ રોડ પર વિકરાતા વ્યાપારી વિસ્તારમાં આ હોટેલનું નિર્માણ કરવામાં આવશે. હોટેલના સ્થળેથી શહેરના મુખ્ય વ્યાપારી અને ઔદ્યોગિક વિસ્તારો ઉપરાંત રાજકોટ જંકશન રેલવે સ્ટેશન અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી સરળ પહોંચ મળી રહેશે. હોટેલમાં કુલ ૧૪૫ ગેસ્ટ રૂમ્સ અને સ્પુટસ હશે. આ ઉપરાંત આખો દિવસ ચાલતી ડાઈનિગ રેસ્ટોરન્ટ સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટ, સ્પા, ફિટનેસ સેન્ટર અને ઈન્ડોર-આઉટડોર સ્વિમિગ પૂલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.
ખાસ કરીને હોટેલમાં આશરે ૨૨,૦૦૦ ચોરસ ફુટનું મીટિગ અને ઈવેન્ટ સ્કસ્પેસ બનાવવામાં આવશે. તેમાં ૧૭,૪૦૦ ચોરસ ફોરસ ફુટનો બોલરૂમ અને ત્રણ મીટિગ રૂમ્સનો સમાવેશ થશે. જેના કારણે કોર્પોરેટ કાર્યક્રમો કોન્ફરન્સ, લગ્નો અને સામાજીક પ્રસંગો માટે આ કોટેલ રાજકોટનું મહત્વનું સ્થળ બની શકે છે. રાજકોટ છેલ્લા કેટલાક વર્ષોમાં એન્જીનિયરીંગ, મેન્યુફેકચરીંગ અને ટ્રેડિગ ક્ષેત્રે ઝડપથી વિકસતું વ્યાપારી અને ઔદ્યોગિક કેન્દ્ર બન્યું છે. શહેરમાં બિઝનેસ ટ્રાવેલ, મીટિગ્સ, લગ્નો અને સામાજીક કાર્યક્રમોની વધતી માંગને કારણે આંતરરાષ્ટ્રીય રતરની હોરિપટાલિટી માટે પણ તકો વધી રહી છે. આ જ કારણોસર ફિલ્ટન માટે રાજકોટ એક મહત્વનું વિકસતું બજાર બન્યું છે.
આ હોટેલ ગુજરાતમાં હિલ્ટન ની ચોથી પ્રોપર્ટી હરશે. હાલમાં ફિલ્ટન ની અમદાવાદ, સુરત અને વડોદરામાં હોટેલ્સ કાર્યરત છે. કંપની ભારતમાં પણ સતત વિસ્તરણ કરી રહી છે. હિલ્ટન ના જણાવ્યા મુજબ ભારતમાં હાલમાં ૧૨ ડબલ ટ્રી હોટેલ્સ કાર્યરત છે અને વધુ ૧૪ પાઈપલાઈનમાં છે. હિલ્ટન ના એશિયા પેસિફિક ડેવલપમેન્ટના સીનીયર વાઈસ પ્રેસીડેન્ટ કલારેન્સ ટાન એ જણાવ્યું હતું કે રાજકોટ જેવા વ્યાપારી કેન્દ્રોમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને ડબલ શ્રી બાસ હિલ્ટન જેવી કુલ રાર્વિસ બ્રાન્ડ યોગ્ય છે. જ્યારે હિલ્ટન ના સાઉથ એશિયાના રીજનલ હેડ જુબીન રાદરોના એ જણાવ્યું કે રાજકોટ જેવા વિકસતા પ્રાદેશિક બજારમાં હોટેલ શરૂ થવાથી ગુજરાતમાં કંપારીની હાજરી વધુ મજબુત થશે.
સંજયરાજ એન્ડ કંપની(ધ નીલ્સ સંજયરાજ) ના પાર્ટનર સ્વરાજ રાજગુરૂ ના જણાવ્યા મુજબ રાજકોટમાં મેન્યુફેકચરીંગ, એન્જીનિયરીંગ અને ટ્રેડિગ ક્ષેત્રના વિકાસ સાથે વિશ્વસ્તરીય હોરિસ્પટાલિટી તથા પ્રીમીયમ ઇવેન્ટ સ્પેરાની માંગ વધી રહી છે. હિલ્ટન સાથેનો આ પ્રોજેક્ટ શહેરની બદલાતી જરૂરીયાતને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
૭૦૦ થી વધુ હોટેલ્સ અને ૬૩ દેશો તથા પ્રદેશોમાં હાજરી ધરાવતી કબલ ટ્રી બાય હિલ્ટન પોતાની ઉષ્માભરી આતિથ્ય સેવા માટે જાણીતી છે. રાજકોટમાં આ બ્રાન્ડનું આગમન શહેરના હોસ્પિટાલિટી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરની નવી સુવિધાનો ઉમેરો કરશે. આ પ્રોજેકટ પૂર્ણ થયા બાદ રાજકોટમાં બિઝનેસ તેમજ લેઝર ટ્રાવેલર્સ માટે વધુ એક આંતરરાષ્ટ્રીય સ્તરનું વિકલ્પ ઉપલબ્ધ થશે અને શહેરમાં બિઝનેસ, લગ્નો, કોન્ફબસ તથા મોટા સામાજીક કાર્યક્રમો માટેની હોસ્પિટાલિટી સુવિધાઓને નવી દિશા મળવાની શકયતા છે.
(2:48 PM IST)










