<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

સિવિલ હોસ્‍પિટલના અધિક્ષક બદલાયાઃ ડો. મોનાલી માંકડીયાના સ્‍થાને ડો. કમલ ડોડીયા

આંખના વિભાગના વડાની જવાબદારીની સાથે ડો. ડોડીયા સુપ્રિન્‍ટેડન્‍ટ પણ પણ સંભાળશે ગત સાંજની સિનીયર-જુનિયર તબિબની માથાકુટની ઘટના વચ્‍ચે અચાનક અધિક્ષકની બદલીના આદેશથી ચર્ચા

રાજકોટ તા. ૨૧: શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલના ઇનચાર્જ તબિબી અધિક્ષકની વધુ એક વખત બદલી થઇ છે. તબિબી અધિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા ડો. મોનાલી માકડીયાને બદલીને તેમના સ્‍થાને ડો. કમલ ડોડીયાને આ મહત્‍વના પદની જવાબદારી સોંપવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ  મેડીકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્‍પિટલના વહીવટી તંત્રમાં મહત્‍વનો ફેરફાર કરવામાં આવ્‍યો છે. રાજ્‍યના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા સરકારી હુકમ મુજબ હોસ્‍પિટલના ઇનચાર્જ તબીબી અધિક્ષક (મેડિકલ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ) તરીકેની જવાબદારીમાં ફેરબદલ કરવામાં આવી છે.

ડો. મોનાલી માંકડીયા કે જેઓ પ્‍લાસ્‍ટિક એન્‍ડ રીકન્‍સ્‍ટ્રક્‍ટિવ સર્જરીના પ્રાધ્‍યાપક છે તેમને વહીવટી કારણોસર ઇનચાર્જ તબીબી અધિક્ષક વર્ગ-૧ના વધારાના હવાલામાંથી મુક્‍ત કરવામાં આવ્‍યા છે. તેમની જગ્‍યાએ તબિબી અધિક્ષકની આ જગ્‍યાનો હવાલો ડૉ. કમલ ડોડીયા ઓપ્‍થલ્‍મોલોજી (આંખના વિભાગ)ના પ્રાધ્‍યાપક (વર્ગ-૧)ને તેમની મૂળ ફરજો ઉપરાંત તબીબી અધિક્ષક વર્ગ-૧ની જગ્‍યાનો વધારાનો હવાલો સોંપવામાં આવ્‍યો છે.

આ હુકમ ગુજરાતના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના ઉપ સચિવ દીપ કે. મોદી દ્વારા કરવામાં આવ્‍યો હોવાનું જાણવા મળ્‍યું છે. અગાઉ સિવિલ હોસ્‍પિટલમાં ડો. આર. એસ. ત્રિવેદી તબિબી અધિક્ષક પદે હતાં. તેમના સ્‍થાને આ જગ્‍યા પર ડો. મોનાલી માકડીયાને જવાબદારી સોંપાઇ હતી. તેમણે પોતાની ફરજ સુપેરે નીભાવી છે. જો કે ગત સાંજે મેડિકલ ઓફિસરે રેસીડેન્‍ટ મહિલા તબિબને લાફો મારી લઇ ગાળો ભાંડી ધમકી દીધાની ઘટના બની હતી તે વખતે જ આ બદલીનો આજે ઓચીંતો હુમક થતાં ચર્ચા જાગી છે

(2:55 PM IST)