<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

કાલે રાજકોટ શિવમય બનશે, કામનાથ મહાદેવની દર્શનીય શોભાયાત્રા

હર હર મહાદેવના ગગનચૂંબી નારાઓ ગુજશે, ચાતક નજરે વાટ જોતા ભાવિક ભક્‍તોની આતુરતાનો તુરંત અંત, એવોર્ડ વિજેતા કલાવળદો કલાના કામણ પાથરશે : ૧૪૭ વર્ષના કકકડ પરિવારના પૌરાણિક વારસાના ઐતિહાસિક પર્વ પ્રસંગે ૭૭માં પાટોત્‍સવના સપરમા પર્વનો ધર્મલાભ લેવા કામનાથ પ્રાઇવેટ લી.ના md પ્રિયવદનભાઈ કકકડ નિમંત્રણ પાઠવે છે

રાજકોટ, તા.૨૧: ધર્મ અને પ્રાચીન સંસ્‍કળતિનું જતન કરતી ભાવિક ભક્‍તો દ્રારા હર હર મહાદેવના ગગન ચૂંબી નારાઓ સાથે કામનાથ મહાદેવ મંદિરથી પ્રારંભ થનારી આ શોભા યાત્રાના રૂટ પર ઠેર ઠેર સ્‍વાગત થશે, પોતાના પુત્ર અવધ અને પરિવાર સાથે સામેલ પ્રિયવદનભાઈ કકકડ ખુલ્લા પગે આખા રૂટમાં ચાલીને નીકળશે.

બપોરે શ્રી કામનાથ મહાદેવ મંદિરેથી ભવ્‍ય વરણાંગી પ્રસ્‍થાન કરશે. પરાબજાર, ધર્મેન્‍દ્ર રોડ, સાંગણવા ચોક, રાજશ્રી સિનેમા, આશાપુરા મંદિર અને કોઠારિયાનાકા થઈ વરણાંગી ફરી મંદિર પરત ફરશે. આ વરણાંગી માત્ર શોભાયાત્રા નહીં, પરંતુ ભક્‍તિ, લોકકલા અને સંસ્‍કળતિનો જીવંત ઉત્‍સવ બની રહેશે. રાષ્‍ટ્રપતિ એવાર્ડ વિજેતા જામખંભાળિયાનું આંબાવાડી કલાવળંદ, પ્રખ્‍યાત ડમરુવાદન, પ્રખ્‍યાત અઘોરી ગ્રુપ, નાસિક ઢોલ, ગડુના શરણાઈ વાદકો, રાસ-ગરબા મંડળીઓ, લોકકલાકારો અને વિશિષ્ટ વિષય આધારિત ઝાંખીઓ વરણાંગીને અનોખી રંગત આપશે. ઢોલના ધબકાર સાથે ભક્‍તિ ધબકશે, શરણાઈના સૂરમાં શ્રધ્‍ધા વહેશે, કામનાથ મહાદેવના જયઘોષથી રાજકોટ શિવ શંભુમય બનશે.

શ્રી કામનાથ મહાદેવની સેવા અને પાટોત્‍સવની પરંપરાને વર્ષોથી કક્કડ પરિવાર અખંડ શ્રદ્ધા સાથે આગળ ધપાવી રહ્યો છે. સ્‍વ.વિઠ્ઠલજીભાઈ કક્કડનું ભક્‍તિમય જીવન - ધાબળો ઓઢીને, એક પગે ઊભા રહી ભોળેનાથનું ધ્‍યાન ધરતા, સ્‍વ. વિઠ્ઠલજીભાઈની અદમ્‍ય શિવભક્‍તિથી પ્રેરાયેલો આ સેવાયજ્ઞ આજે શ્રી પ્રિયવદનભાઈ શાંતિલાલ કક્કડ, અવધભાઈ પ્રિયવદનભાઈ કક્કડ અને સમગ્ર કક્કડ પરિવારના પ્રયાસોથી વધુ ઉજ્જવળ બની રહ્યો છે. આ પાટૉત્‍સવ કોઈ એક પરિવારનો પ્રસંગ નથી - આ તો સમગ્ર રાજકોટના શિવભક્‍તોનો મહોત્‍સવ છે. એટલે પરિવાર સાથે પધારો, મહાદેવના દર્શન કરો, વરણાંગીના સાક્ષી બનો અને ભક્‍તિના મહોત્‍સવને યાદગાર બનાવો.

શ્રી કામનાથ મહાદેવ મંદિર, કક્કડ પરિવાર તરફથી સૌ નગરજનોને હૃદયપૂર્વકનું ભાવભર્યું આમંત્રણ. આવો... રાજકોટને એકસાથે શિવમય કરી! હર હર મહાદેવ! જય શ્રી કામનાથ મહાદેવ!

(3:05 PM IST)