<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ક્રાઇમ બ્રાંચનો ૮૦ ફુટ રોડ પર આંબેડકરનગરમાં ઘરમાં દરોડોઃ ૭.૮૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સાહિલ વોરાની ધરપકડઃ હિેતષ ગોહે,લ દિપક ઉર્ફે ધોનો અને અજય રાઠોડની શોધખોળઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અને પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ વી. ડી. ડોડીયાની ટીમની કાર્યવાહી હેડકોન્‍સ. જયરાજભાઇ કોટીલા, ધારાભાઇ વાનરીયા, રાજેશભાઇ જળુની બાતમી

રાજકોટ તા. ૨૧: શહેરમાંથી વધુ એક વખત ડીસીબીની ટીમે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્‍થો ઝડપી લીધો છે. ૮૦ ફુટ રોડ આંબેડકરનગરમાં દરોડો પાડી એક શખ્‍સને રૂા. ૭,૮૩,૩૬૦ના દારૂ સાથે પકડી લીધો છે. તેની પુછતાછમાં અન્‍ય ત્રણ શખ્‍સોના નામ ખુલતાં શોધખોળ હાથ ધરવામાં આવી છે.

દારૂ જૂગારની પ્રવૃતિ ડામવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોનસ. જયરાજભાઇ કોટીલા, ધારાભાઇ વાનરીયા, રાજેશભાઇ જળુને બાતમી મળી હતી કે ૮૦ ફુટ રોડ આંબેડકરનગર-૧૩માં હિતેષ ગોહેલના ઘરમાં દારૂનો જથ્‍થો ઉતર્યો છે. આ માહિતીને આધારે દરોડો પાડવામાં આવતાં ઘરમાંથી રૂા. ૭,૮૩,૩૬૦નો ૨૮૩૨ બોટલ દારૂ મળી આવ્‍યો હતો. અહિ એક શખ્‍સ હાજર હોઇ પુછતાછ કરતાં પોતાનું નામ સાહિલ બળવંતભાઇ વોરા (ઉ.વ.૨૩-રહે. આંબેડકરનગર મેઇન રોડ) જણાવ્‍યું હતું.

સાહિલની વધુ પુછતાછ થતાં તેણે આ દારૂનો જથ્‍થો હિતેષ કનભાઇ ગોહેલ, દિપક ઉર્ફે ધોનો વિનોદભાઇ ચોૈહાણ અને અજય ભુપતભાઇ રાઠોડ (રહે. ત્રણેય આંબેડકરનગર)એ મંગાવ્‍યો હતો. આ ત્રણેય હાજર ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે. દિપક ઉર્ફે ધોનો અગાઉ અમદાવાદ ગ્રામ્‍યમાં દારૂના કેસમાં પકડાયો હતો.

 

પોલીસને ઘરમાંથી એઇટ પીએમ વ્‍હીસ્‍કીના ૧૮૦ એમએલના ૩,૫૪,૮૧૬ના ૧૩૪૪ ચપલા, ઓલ સીઝન્‍સના ૧૮૦ એમએલના ૮૦૬૪૦ના ૨૪૦ ચપલા, ગ્રીનલેબલના ૨,૨૮,૦૯૬ના ૮૬૪ ચપલા, રોયલ ચેલેન્‍જના ૧,૧૯,૮૦૮ના ૩૮૪ ચપલા મળી આવતાં તે અને ૨૦ હજારનો મોબાઇલ મળી કુલ રૂા. ૮,૦૩,૩૬૦નો મુદ્દામાલ કબ્‍જે કરી અન્‍ય ત્રણની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવન અને ટીમના પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ અમિતભાઇ અગ્રાવત, દિગપાલસિંહ જાડેજા, હેડકોન્‍સ. રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, ધારાભાઇ વાનરીયા, રાહુલભાઇ ગોહેલ, કોન્‍સ. રણજીતસિંહ જાડેજા, રાજેશભાઇ પટેલે આ કામગીરી કરી છે.

(3:06 PM IST)