તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
પેન્શન ચુકવણા કચેરી રાજકોટ સેવા સદન-૨(બહુમાળી ભવન)માં ગ્રાઉન્ડ ફ્લોર, એનેક્ષી બિલ્ડીંગમાં સોમવારથી કાર્યરત બનશે

રાજકોટઃ પેન્શન ચુકવણા કચેરી દ્વારા ગુજરાત રાજ્યના સેવામાંથી નિવળત થયેલ રાજકોટ જીલ્લાના પેન્શન મેળવતા પેન્શનરો અને કુટુંબ પેન્શનરોનું પેન્શન અત્રેની કચેરીએથી કરવામા આવે છે.
અત્રેની કચેરીના હોરીઝોન્ટલ એક્સપાન્દન અને હાલના હયાત બિલ્ડીંગના રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવેલ જે હવે પૂર્ણ થઈ ગયેલ હોય જિલ્લા સેવા સદન-૨(બહુમાળી ભવન), રેસકોર્ષ રીંગ રોડ,ગ્રાઉન્ડ ફ્લોર, એનેક્ષી બિલ્ડીંગ, રાજકોટ ખાતે સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવશે.
વધુમાં તા.૨૪ને સોમવારથી રાબેતા મુજબ જુની જગ્યાએ કચેરી કાર્યરત થશે. જેની સર્વે અધિકારીઓ/કર્મચારીઓ તેમજ અંત્રેથી પેન્શન/કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરોએ નોંધ લેવા તેમ પેન્શન ચુકવણા અધિકારી પી.એમ.જાડેજાની યાદીમાં જણાવેલ છે
(3:06 PM IST)










