હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 21st August 2026
ફાયરના સાધનોના ઉપયોગ કેમ કરવોઃ તાલીમ અપાઇ

રાજકોટઃ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગળતી માટે મહાદેવ ફેરો કાસ્ટ પ્રા.લી.કંપની, ગોડલ રોડ, કોઠારીયા સોલ્વન્ટ મેઈન રોડ, ખાતે માલિક કર્મચારી તથા વર્કરો ને બેઝીક ફાયર ફાયટીંગ તથા ફાયર એક્ષ્ટીંગ્યુસર વિશે માહિતી આપેલ છે, જેમા અંદાજે ૭૬ વ્યકિતઓ ને તાલિમ આપેલ છે. આ મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના, કોઠારીયા સ્ટેશનના સ્ટેશન ઓફીસર એમ.એમ.શેખ, પી.પી,ચુડાસમા તથા લિડિગ ફાયરમેન અનિલભાઈ સોલંકી, ફાયર ઓપરેટર જયેશભાઈ ડાકી, અનિલ કે સોલંકી, રોહીતભાઈ, રવીંન્દ્રસિંહ, મુકેશભાઈ તથા ડ્રાઈવર જયભાઈ સહિતના સ્ટાફ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.
(3:09 PM IST)










