<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

આહીર લીગલ ફોરમ દ્વારા આહીર સમાજના નવનિયુક્‍ત જનપ્રતિનિધિઓ - નોટરીનું સન્‍માન

રાજકોટ :આહીર લીગલ કોરમ દ્વારા આહીર સમાજનું ગૌરવ વધારનાર મહાનભાવો માટે એક વિશેષ સન્‍માન સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆત ઉપસ્‍થિત મહાનભાવો અને કોરમના સદસ્‍યો દ્વારા પરંપરાગત રીતે દીપ પ્રજવલન કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના વિવિધ પદો પર ચૂંટાયેલા અને નિયક્‍ત થયેલા મહાનુભાવોનું આહીર લીગલ કોરમ દ્વારા  સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જેમાં આહીર સમાજના કોર્પોરેટરશ્રીઓ ઘનશ્‍યામભાઈ એમ. હેરભા (વોર્ડ નં. ૧૦) પી.ડી.એમ કોલેજ ટ્રસ્‍ટી, પ્રવિણભાઈ બી. સેગલીયા (વોર્ડ નં. ૦૮), પ્રદિપભાઈ આર. ડવ (વોર્ડ નં. ૧૨) પૂર્વ મેયર, હિરેનભાઈ એલ. ખિમાણીયા (વોર્ડ નં. ૧૪) શાક્ષક પક્ષ નેતા આરએમસી, નિલેશભાઈ આર. હેરભા (વોર્ડ નં. ૧૫) સ્‍ટેન્‍ડિંગ કમિટી સદસ્‍ય, કાળુભાઈ ડી. કુગશીયા (વોર્ડ નં. ૦૪), રસીલાબેન એસ. ગરૈયા (વોર્ડ નં. ૧૬), આહીર સમાજ રાજકોટ જિલ્લા પંચાયત સદસ્‍યો અર્જુનભાઈ જી. ખાટરીયા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હાલ જીલ્લા પંચાયત સદસ્‍ય, ભારતીબેન એમ. હુંબલ રાજકોટ જીલ્લા પંચાયત સમિતિ બાંધકામ કારોબારી ચેરમેન સુમીતાબેન આર. ચાવડાના પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા (૧૦૮), આહીર સમાજ રાજકોટ તાલુકા પંચાયત સદસ્‍યો વરજંગભાઈ આર. મારું (તાલુકા પંચાયત દંડક), વનરાજભાઈ આર. ગરૈયા, નવનિયુક્‍ત નોટરી દિનેશભાઈ વારોતરીયાનું સન્‍માન કરાયુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા આહીર લીગલ ફોરમની કારોબારી ટીમની સાથે વિમલભાઈ ડાંગર, કેતનભાઈ મંડ, રાજુભાઈ મિયાત્રા, સંજયભાઈ ડાંગર, રાજેશભાઈ જલુ, જગદીશભાઈ ડાંગર, તનવીર લાવડીયા, હિતેશ વીરડા, કરણ બોરીચા, હરેશભાઈ લાવડીયા, શિવમભાઈ મકવાણા અને કેશવ મારૂ સહિતના સભ્‍યોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન અને આભાર વિધિ તેમજ સ્‍ટેજ સંચાલન કુલદીપભાઈ ડાંગર દ્વારા  કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્‍થિત સૌ મહાનુભાવો અને મહેમાનોનો આભાર વ્‍યક્‍ત કરતી આભાર વિધિ કમલેશભાઈ કોઠીવાળે કરી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્‍થિત તમામ આમંત્રિતો અને સદસ્‍યો માટે સ્‍વરૂચિ ભોજનની વ્‍યવસ્‍થા રાખવામાં આવી હતી.

(3:38 PM IST)