<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

પોષણ માસ અંતર્ગત પોષણયુક્‍ત વાનગી સ્‍પર્ધા

રાજકોટઃ  મહાનગરપાલિકાના સેન્‍ટ્રલ ઝોનના રેડ ક્રોસ સેજા ખાતે પોષણ માસની ઉજવણી અંતર્ગત પોષણયુક્‍ત વાનગી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું વોર્ડ નં. ૨ના કોર્પોરેટર શ્રીમતી દક્ષાબેન, બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી નિકિતાબેન, મુખ્‍ય સેવિકા ઝરણાબેન, બ્‍લોક ઓર્ડીનેટર ભાવિનભાઈ, ન્‍યુટ્રિશનિસ્‍ટ ડો. શિવાની, ડો. પાયલ ગાંધી તથા ડો. પ્રિયંકા પૂજવાની ઉપસ્‍થિત રહ્યા હતા. બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી નિકિતાબેન દ્વારા લાભાર્થી બહેનોને પોષણનું મહત્‍વ, બાલ શક્‍તિ તથા માતૃ શક્‍તિમાંથી બનાવી શકાય તેવી વિવિધ પૌષ્ટિક વાનગીઓ અંગે વિસ્‍તૃત માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. તેમજ બાળકોના પોષણ અને દેશના ઉજ્જવળ ભવિષ્‍ય અંગે માર્ગદર્શન તથા વાર્તાલાપ કરવામાં આવ્‍યો હતો. વાનગી સ્‍પર્ધામાં બહેનોએ વ્‍ણ્‍ય્‍ (ર્વ્‍ીત્ત્ફૂ ણ્‍ંળફૂ ર્ય્‍ીદ્દશંઁ) તથા મિલેર્ર્ટ્‍સંમાંથી વિવિધ પ્રકારની પૌષ્ટિક અને સ્‍વાદિષ્ટ વાનગીઓ બનાવી રજૂ કરી હતી. તેમ યાદીમાં જણાવાયું છે

(3:40 PM IST)