તા. ૧૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૧ શનિવાર
News of Friday, 21st August 2026
ગવરીદળમાં બુકાનીધારી ચોર ત્રાટકયાઃ મકાનમાંથી રોકડ, સોનાની બૂટીની ચોરી
મહિલા એક રૂમમાં સુતા હોઇ જાગી જતાં ચોર ભાગ્યા

રાજકોટઃ મોરી રોડ પર આવેલા ગવરીદળ ગામમાં વહેલી સવારે બુકાનીધારી ચોર એક ઘરમાં ત્રાટકયા હતાં. તસ્કરો કાળુભાઇ નાનજીભાઇ જખાનીયાના ઘરના તાળા તોડી રોકડા અને સોનાની બુટી ચોરી ગયા હતાં. કાળુભાઇ છુટક મજૂરી કરે છે. તેઓ બીજા મકાને સુતા હોઇ તેના ઘરમાં ચોર ત્રાટકયા હતાં. દરમિયાન બીજા રૂમમાં કાુળભાઇના બહેન કાળીબેન નાનજીભાઇ જખાનીયા સુતા હોઇ એ રૂમમાં પણ ચોર ઘુસી ગયા હતાં. જો કે અવાજ થતાં કાળીબેન જાગી જતાં હાલકા પકડારા કરતાં ચોર ભાગી ગયા હતાં. ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ તસ્વીરો મોકલી વિગતો જણાવી હતી. આ અંગે કુવાડવા રોડ પોલીસને જાણ થતાં તપાસ શરૂ થઇ છે. કાળુભાઇના કહેવા મુજબ બે લાખ રોકડા ચોરાયા છે અને સોનાની બુટી પણ ગઇ છે. જેનુ બીલ પણ તેણે રજુ કર્યુ હતું.
(3:44 PM IST)










