હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોઠારીયાનાકા મિત્ર મંડળ દ્વારા શિવણ હરિફાઇના વિજેતા બહેનોને પુરસ્કાર-સિલાઇ મશીન વિતરણ

રાજકોટ : કોઠારીયા નાકા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા બહેનોની ઓપન રાજકોટ શિવણ હરીફાઇમાં વિજેતા થયેલ બહેનોનો સત્કાર સમારોહ શ્રીમતી નેહાબેન દફતરીના અધ્યક્ષસથાને તેમજ મુખ્ય મહેમાન ચિમનભાઇ શુકલ લોક જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી કશ્યપભાઇ શુકલ, દર્શિતભાઇ જાની, બ્રહ્મસમાજના પ્રમુખ ડો. સારંગીબેન ભટ્ટ કોસ્મીક ડીઝાઇનના ખાતાના વડા એવીપીટી ગીરીશભાઇ પરસાણા, કિશોરભાઇ પરસાણા, હેમભાઇ ચૌહાણ, ઉમેશભાઇ જે. પી.ના અતિથિવિશેષપદે યોજવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી કરવામાં આવેલ. સ્વાગત પ્રવચન કેવલ પાટડીયાએ કરેલ. કાર્યક્રમની રૂપરેખા ભરતભાઇ ત્રિવેદીએ આપેલ. કાર્યક્રમનું સંચાલન નિલેશભાઇ વોરા અને પંકજભાઇ વાઘેલાએ કરેલ. ઓપન રાજકોટ શિવણ હરિફાઇમાં ૧૩૫ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબરે ભાડેશીયા શીતલ, બીજા નંબરે ધીનોજા યોગીતા, ત્રીજા નંબરે કન્ડીયા રોજીના જાહેર થયેલ. તેમજ આશ્વાસન શિણેરા દિવ્યા વિજેતા બનેલ. આ તમામને મહેમાનોના હસ્તે ઇનામો અને રોકડ પુરસ્કાર પ્રમાણપત્રો આપવામાં આવેલ. સીલાઇ મશીનો કાંતા સ્ત્રી વિકાસ ગૃહ શ્રીમતી નેહાબેન દફતરીના સહયોગથી આપવામાં આવેલ. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી નેહાબેન દફતરીએ જણાવેલ કે મંડળ દ્વારા છેલ્લા ૫૪ વર્ષથી સમાજલક્ષી વિવિધ પ્રવૃત્તિ ચાલે છે. બહેનોએ રાજય સરકારની મહિલા સશકિતકરણ યોજનાનો લાભ લેવા તેમણે અનુરોધ કરેલ. અન્ય મહેમાનોએ પણ પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન કરેલ. કાર્યક્રમના અંતે આભારવિધિ નિરવભાઇ પારેખે કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગીરીશભાઇ પરસાણા અને કિશોરભાઇના માર્ગદર્શન હેઠળ કેવલભાઇ પાટડીયા, અશોકભાઇ પાટડીયા, મોદીભાઇ, રાજુભાઇ મહેતા, ભરતભાઇ મહેતા, મોહિત મકવાણા, કરણભાઇ પાટડીયા અને અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી.










