હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કિશાનપરા ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિરનો ચોથા વર્ષમાં પ્રવેશ
રાજકોટના સાધકો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથે વિવિધ ધ્યાન શિબિરો અને નિઃશુલ્ક સેવાઓનું આયોજન

રાજકોટઃ શહેરના કિશાનપરા ચોક વિસ્તારમાં આવેલા 'ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિર' ના સ્થાપના દિવસ નિમિત્તે સાધક પરિવારમાં હર્ષોલ્લાસનો માહોલ છે. ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિર સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે. આ પ્રસંગે ટ્રસ્ટી મંડળ તથા ઓશો પરિવારે તમામ સ્નેહીજનો અને સાધકોનો આભાર વ્યકત કર્યો હોવાનું જણાવાયું છે.
આ તકે લોકપ્રિય સાંધ્ય દૈનિક 'અકિલા'માં ૪૯માં સ્થાપના દિને ઓશો ગિતા નિવેદિતા ધ્યાન મંદિરના નવ નિયુકત પ્રમુખ શ્રી છગનભાઈ રામાણી (સ્વામી સત્યા શિવમ્) વકીલ શ્રી મૌલિક ફળદુ (સ્વામી બૌેધિ આનંદ) તથા ટ્રસ્ટી ગણ તથા ઓશો પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા દ્વારા ઓશો પરિવારને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે ઓશો ગિતા નિવેદિતા ધ્યાન મંદિરે છેલ્લા ૩ વર્ષથી દરરોજ નિયમિત સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજના ૬:૪૫ થી ૭:૪૫ દરમ્યાન સામુહિક સંધ્યા ધ્યાન કરવામાં આવે છે. તેમજ અવાર નવાર શિબિરોનું આયોજન કરવામાં આવે છે. બહાર ગામથી આવતા લોકો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા છે. ૬ બેડની રહેવા માટે ડોરમેટરી તથા ૨ બેડનો એટેચ બાથ સાથેનો સ્પેસ્યલ રૂમ છે. રાજકોટ પોલીસ કમીશ્નરશ્રીના હુકમ અનુસાર ૧૨ સી.સી. કેમેરા ઓશો ધ્યાન મંદિરમાં લગાવેલ છે. તેમના હુકમ અનુસાર ધ્યાન મંદિર પર ધ્યાન કરવા આવતા તથા રહેવા આવતા તમામ માટે આઈકાર્ડની ઝેરોક્ષ આપવી ફરજીયાત હોવાનું જણાવાયું છે.
હાલમાં ઓશો સન્યાસી હિનાબેન ચંદવાણી (માં નિર્દોષ દ્યૈર્ય) તથા દિલીપભાઈ ચંદવાણી (સ્વામી ધ્યાન દીપ) દ્વારા ધ્યાન મંદિરમાં બે મોટા એ.સી.ફિટ કરાવી આપેલ છે. તથા ટુંક સમયમાં ઓશો સન્યાસી હિતેષભાઈ રાઠોડ (સ્વામી યોગ વિવેક) દ્વારા સોલાર સિસ્ટમ્સ ફિટ કરાવી આપશે. રેસીડન્સ વિસ્તાર હોવાથી ધ્યાન મંદિર હોલને સાઉન્ડ પ્રુફ બનાવવાની યોજના છે. દોઢ વર્ષથી ધ્યાન મંદિરનું સંચાલન સ્વામી સત્ય પ્રકાશ કરે છે.
ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિર ટ્રસ્ટીગણમાં પ્રમુખ શ્રી છગનભાઈ રામાણી (સ્વામી સત્યા શિવમ્) વકિલ શ્રી મૌલિકભાઇ ફળદુ (સ્વામી બૌદ્ય આનંદ) ગીરીષભાઈ પ્રજાપતી (સ્વામી આનંદ પારસ) સ્વામી સત્ય પ્રકાશ, સ્વામી સંજીવ રાઠોડ, સ્વામી પ્રેમ મુસાફિર (વિજયભાઈ ભુવા) સેવારત છે.
સ્થળઃ ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિર, કિસાનપરા ચોક, એ.જી.ઓફિસ પાછળ, રાજુભાઈ ફુલવાળાની બાજુમાં, રેષકોર્ષ સામે, રાજકોટ. વિશેષ માહિતી માટે સ્વામિ સત્યપ્રકાશ :(૯૪૨૭૨ ૫૪૨૭૬), સ્વામિ સંજીવ રાઠોડઃ (૯૮૨૪૮ ૮૬૦૭૦)
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ઓશો પરિવારના સર્વશ્રી છગનભાઈ રામાણી, મૌલિકભાઈ ફળદુ, ગીરીશભાઈ પ્રજાપતિ અને સ્વામી સત્યપ્રકાશ નજરે પડે છે.(તસ્વીરઃઅભિજીત બગથરીયા)










