હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 21st August 2026
કાલે બાલાજી મંદિરે નિઃશુલ્ક છોડ વિતરણ કેમ્પ - બ્લડ ડોનેશન કેમ્પ
હિન્દુ આધ્યાત્મિ સેવા સંસ્થાન દ્વારા

રાજકોટ તા. ૨૧ : હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા બાલાજી મંદિર, ભુપેન્દ્ર રોડ ખાતે કાલે શનિવારે સાંજે પ વાગ્યે નિઃશુલક વૃક્ષ-છોડ અને તુલસીના રોપા વિતરણનો કેમ્પ રાખવામાં આવેલ છે. સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલ છે. આ તકે સંતો મહંતો, રાજકીય આગેવાનો સેવાકીય સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહેશે. ભારત માતાનું પૂજન પરમવીર વંદના સાથે છોડ વિતરણ કરવામાં આવશે. તેમ કૌશિક ટાંક (મો.૮૪૬૦૮ ૨૦૯૯૫)ની યાદીમાં જણાવાયુ છે.
(3:55 PM IST)










