<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

સુરાપુરાના દર્શને જતી વખતે પતિના બાઇક પાછળથી પડી જતાં જ્‍યોતિબેનનું મૃત્‍યુ

નાના મવા ભીમનગરના રાઠોડ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૧: નાના મવા ભીમનગર ચોકમાં રહેતાં જ્‍યોતિબેન હરેશભાઇ રાઠોડ (ઉ.વ.૪૭) નામના મહિલાને પતિના બાઇક પાછળથી પડી જતાં ઇજા થતાં મૃત્‍યુ થયું છે. વિસામણ ગામે સુરાપુરાના દર્શન કરવા જતી વખતે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ નાના મવામાં રહેતાં જ્‍યોતિબેન ગત તા. ૧૬/૮ના રોજ પતિ હરેશભાઇના બાઇક પાછળ બેસી રાજકોટથી પડધરીના વિસામણ ગામે સુરાપુરા દાદાના દર્શન કરવા જતાં હતાં ત્‍યારે પડધરીના સરપદડ પાસે ડ્રેસની ચુંદડી બાઇકના વ્‍હીલમાં આવી જતાં પોતે રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન આજે મૃત્‍યુ થયું હતું.

મૃતક જ્‍યોતિબેનને સંતાનમાં ત્રણ દિકરા છે. પતિ કડીયા કામની મજૂરી કરે છે. બનાવની જાણ થતાં પડધરી પોલીસે કાર્યવાહી કરી હતી.

 

(4:12 PM IST)