News of Saturday, 22nd August 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ મનપા ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં કાર્યવાહી, 47 પેઢીની તપાસ કરવામા આવી,અંદાજિત 50 Kg અખાદ્ય- વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો, તપાસ દરમિયાન કુલ 05 પેઢીને સ્ટોરેજ,લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવી, કડક કાર્યવાહી અંતર્ગત 04 પેઢીને સીલ કરવામાં આવી. 1.જય રામનાથ ચાઇનીઝ & પંજાબી -માનવઆશ્રમ સામે, નાયરા પેટ્રોલપંપ પાસે, 2.હરેકૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ પાર્સલ -શિરોમણી કોમ્પલેક્ષ, કવિ નાનાલાલ માર્ગ, 3.ૐ સાંઈ ચાઇનીઝ પાઉંભાજી રેસ્ટોરન્ટ -ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડ, 4.એન્જલ ચાઇનીઝ પંજાબી -ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડ... : જુઓ વિડિયો

(11:06 AM IST)










