તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
વેલનાથપરા પૂલ ઉપર બાઇક સ્લીપ થઇ જવાને લીધે ત્રણ બહેનના એકના એક ભાઇ દિપેશભાઇનું મોત
મોરબી રોડ રાધીકાપાર્કમાં રહેતાં પ્રોૈઢ મિત્રને મળવા જવા નીકળ્યા ત્યારે બનાવઃ અજાગીયા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૧: મોરબી રોડ પર વેલનાથપરાના પૂલ ઉપર બાઇક સ્લીપ થઇ જતાં રાધીકા પાર્કના પ્રોૈઢનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. પોતે કોઠારીયા રોડ પર મિત્રને મળવા માટે જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. કરૂણતા એ છે કે મૃત્યુ પામનાર પોતે ત્રણ બહેનના એકના એક ભાઇ છે. રક્ષાબંધન પર્વ નજીક છે ત્યારે આ બનાવથી અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ મોરબી રોડ પર ફાટક પાસે રાધીકા પાર્ક-૧માં રહેતાં દિપેશભાઇ મનહરભાઇ અજાગીયા (ઉ.વ.૫૨) નામના પ્રોૈઢ રાતે સાડા દસેક વાગ્યે બાઇક હંકારીને જતાં હતાં ત્યારે મોરબી રોડ વેલનાથપરાના પૂલ ઉપર બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ અહિ મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર દિપેશભાઇ કડીયા કામની મજૂરી કરતાં હતાં. તે ત્રણ બહેનના એકના એક ભાઇ હતાં. પોતે રાતે કોઠારીયા રોડ પર રહેતાં મિત્ર પરાગભાઇને મળવા માટે જતાં હતાં ત્યારે વેલનાથપરા પૂલ ઉપ પહોંચ્યા ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં આ ઘટના બની હતી. બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
(1:04 PM IST)










