તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
ગોંડલના મોટી ખીલોરી પાસે અકસ્માતઃ બાઇકસવાર દેરડી-ગોંડલના બે ગંભીર
છોટાહાથી જેવા વાહનની ટક્કર લાગીઃ દિનેશભાઇ અને કિશનને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૨: ગોંડલના મોટી ખીલોરી નજીક રાત્રીના બાઇકને છોટાહાથી જેવા વાહનના ચાલકે ઠોકરે લેતાં બાઇક પર બેઠેલા દેરડી કુંભાજીના દિનેશભાઇ બચુભાઇ સોલંકી (ઉ.વ.૪૦) અને તેના મિત્રના દિકરા ગોંડલ રહેતાં કિશન દિલીપભાઇ ચાવડા (ઉ.વ.૨૩)ને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ બંને રાતે કોઇ કામ માટે દેરડીથી કેશવાળા ગામે જતાં હતાં ત્યારે બનાવ બન્યો હતો. દિનેશભાઇ છુટક મજુરી કરે છે અને કિશન ડ્રાઇવીંગ કરે છે. ગોંડલ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે.
(1:04 PM IST)










