<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

દેણુ થઇ જતાં જડેશ્વર પાર્કના બાબુભાઇ એસિડ પી ગયા

 

રાજકોટ તા. ૨૨: કોઠારીયા ખોખડદળ નજીદ પાસે જડેશ્વર પાર્કમાં રહેતાં બાબુભાઇ ભવાનભાઇ વઢુકીયા (ઉ.વ.૪૨) નામના યુવાને રાતે ત્રણેક વાગ્‍યે એસિડ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

બાબુભાઇ ત્રણ બહેનથી નાના છે અને સંતાનમાં બે પુત્ર છે. તે ગાડીમાંથી માલસામાન ઉતારવની મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્‍યું હતું કે દેણુ થઇ ગયું હોઇ તેમજ ફાયનાન્‍સમાંથી લોન લીધી હોઇ આ રકમ ભરપાઇ કરી શકાતી ન હોઇ કંટાળી જતાં એસિડ પી લીધુ હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(2:14 PM IST)