તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
સોમવારે શ્રી રામનાથ દાદાને ધજારોહણ મહોત્સવ
સંતો મહંતોની ઉપસ્થિતિમાં ધજા યાત્રા નીકળશે, ભસ્મ આરતી, ફરાળી પ્રસાદનું પણ આયોજન

રાજકોટ : શ્રી રંગીલા સેવા સમિતિ રાજકોટ દ્વારા શ્રી રામનાથદાદાની ધજારોહણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ર૪ સોમવારે બપોરે ૪:૧પ કલાકે શ્રી રંગીલેશ્વર મહાદેવ મંદિર હસનવાડી-ર ખાતેથી ડીજે તથા બગીના સાથવારે ભવ્ય ધજા યાત્રા પ્રસ્થાન કરશે. સંતો-મહંતો તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભકતો જોડાશે.
આ પ્રસંગે શ્રી રંગીલેશ્વર મહાદેવની પાવન ભસ્મ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભકતજનો ભસ્મ આરતીના દર્શનનો લાભ લઇ ધન્યતા પ્રાપ્ત કરશે. ધજા યાત્રા બાદ સાંજે ૬:૧પ કલાકે શ્રી રંગીલેશ્વર મહાદેવ મંદિર, હસનવાડી-ર ખાતે શ્રી રામનાથદાદાનું ધજારોહણ તથા મહાઆરતી યોજાશે. ભાવિકો માટે પ્રસાદરૂપે પેટીસનું વિતરણ કરવામાં આવેશ. શિવભકતોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.
આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ કાનાભાઇ જે. ડાભી મો. ૯૮૯૮૬૮૭૦૬૭. કમીટી મેમ્બર પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, દિનુબાપુ ગોસાઇ, સંજયભાઇ ગોહિલ, જયેન્દ્રસિંહ જાડેજા, આશીષભાઇ ડાભી, રોકીભાઇ ડિગ્રા, શૈલેષભાઇ ડાભી, રમેશભાઇ મારુ, દક્ષાબેન વડોદરિયા, હરેશભાઇ શિયાર, મનીષભાઇ ટાંક, હર્ષદ વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:55 PM IST)










