News of Saturday, 22nd August 2026
સંસ્કૃતના પાઠ્ય પુસ્તકો બાબતે છાત્રો સાથે સરકારના ખેલ
ધો. ૬ અને ધો. ૮ના પાઠય પુસ્તકમાં ૧૫૨ ભૂલો હતીઃ નવા પુસ્તકો છાપ્યા, પરંતુ છાત્રોને ભૂલોવાળા જ ધાબડી દીધાઃ હિન્દુવાદી શાસકો દ્વારા સંસ્કૃત ભાષા સામે અપમાનજનક વર્તનઃ કોંગ્રેસની પ્રેસ કોન્ફરસન્સમાં રાજયવ્યાપી લડતનું એલાન

કોંગ્રેસ અગ્રણીઓ રાજદીપસિંહ જાડેજા, ડો. ભરત કોયાણી, નીતિન ભંડેરી, વૈશાલી શિંદે વગેરે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા.૨૨: ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા નિર્માણ પામેલા રાજ્યની શાળાઓના ધોરણ ૬ અને ૮ના સંસ્કળતના પાઠ્યપુસ્તકોમાં અસંખ્ય ગંભીર ભૂલો સામે આવી છે, જે સીધા ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેના ચેડા છે. રાજકોટના જાગળત નાગરિક ડો. ભરતકુમાર કોયાણી દ્વારા પૂરાવાઓ સાથે કરેલી વારંવારની રજૂઆતો છતાં, જવાબદાર વિભાગ અને રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાની અપરાધિક ઉદાસીનતાએ એક ગંભીર રાષ્ટ્રીય બેદરકારીનું ચિત્ર ઊભું કર્યું છે.
આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, ધોરણ ૬ના સંસ્કળત પુસ્તકમાં ૫૨થી વધુ અને ધોરણ ૮ના સંસ્કળત પુસ્તકમાં ૧૦૦ થી વધુ ગંભીર ક્ષતિઓ હોવાનું ચોક્કસ પૂરાવાઓ સાથે સામે આવ્યું છે. આ એક માત્ર આંકડા નથી, પરંતુ સરકારની કરોડો રૂપિયાની વ્યર્થતા અને વિદ્યાર્થીઓના માનસિક અને શૈક્ષણિક ભવિષ્યને પ્રજાના ખર્ચે બરબાદ કરવાનું વ્યવસ્થિત કૌભાંડ છે.
પાઠ્યપુસ્તકોમાં કોઈ સુધારો નહોતો. આ ઉદાસીનતા સામે ફરીથી ડો. કોયાણીએ તારીખ ૦૭-૧૧-૨૦૨૫ ના રોજ ધોરણ ૬ અને ધોરણ ૮ બંને સંસ્કળત પુસ્તકોની ક્ષતિઓ સુધારવા પાઠ્યપુસ્તક મંડળને અને ખુદ શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાને પત્ર દ્વારા જાણ કરી હતી. છતાં તંત્ર બહેરા કાને રહ્યું. છેવટે ૦૫-૦૨-૨૦૨૬ ના રોજ ફરીથી આર.ટી.આઈ. અને ૧૮-૦૨-૨૦૨૬ ના રોજ મળેલા જવાબ બાદ, છેક ૦૫-૦૩-૨૦૨૬ ના રોજ પાઠ્યપુસ્તક મંડળે સુધારેલા પુસ્તકોની ફોટો કોપીઓ મોકલી હતી. આ સમગ્ર સમયગાળા દરમિયાન, ડો. કોયાણીને આ કાયદાકીય અને નૈતિક લડતમાં રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ સાથ-સહકાર પૂરો પાડ્યો હતો. કોંગ્રેસ પક્ષના આ મક્કમ સહિયારા અને ડો. કોયાણીની મક્કમતાના પરિણામે જ સરકારને પોતાની ભૂલો સ્વીકારી અને સુધારેલા પુસ્તકો છાપવાની ફરજ પડી હતી.
અલબત્ત,તેમ છતાં તંત્રએ પોતાની જૂની ભૂલો પર પડદો નાખવા અને નાણાકીય કૌભાંડ છુપાવવા નવો અધમ પેંતરો રચ્યો. તારીખ ૧૩-૦૭-૨૦૨૬ ના રોજ બજારમાંથી નવા સુધારેલા પુસ્તકો મળી રહ્યા હતા, જ્યારે જૂના ભૂલવાળા પુસ્તકો પણ તેટલી જ મોટી સંખ્યામાં વેચાણમાં હતા. જેનો મોટો ખુલાસો તારીખ ૧૨-૦૭-૨૦૨૬ અને ૧૨-૦૮-૨૦૨૬ ના રોજ રાજકોટની સરકારી સ્કૂલ નંબર ૯૩ અને રાજકોટ-જુનાગઢના રૈયા ગ્રામ-ઝાંઝરડા ગામની અન્ય સરકારી સ્કૂલોની મુલાકાતમાં થયો. આ તપાસમાં ખુલાસો થયો કે આ સરકારી શાળાઓમાં બાળકોના હાથમાં ૨૦૨૫ ના જૂના અને ક્ષતિગ્રસ્ત પુસ્તકો જ છે, પણ તેની ઉપર ૨૦૨૬ નું સ્ટીકર/સાલ લગાવીને તે શ્નનવા પુસ્તકોઙ્ખ ગણાવીને વહેંચવામાં આવ્યા છે! આ વાલીઓ સાથે અને કરોડો બાળકો સાથેની સીધી અને અતિશય નિંદનીય છેતરપિંડી છે. જે વિદ્યાર્થીઓને ખોટું અને ભૂલવાળું જ્ઞાન પીરસી રહી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનરને ફરી પત્ર લખીને રૂબરૂ મળી આ મામલાની તપસ કરવાની માંગ પણ કરી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ અમાનવીય અને ગંભીર લાપરવાહી પાછળની બેદરકારી અત્યંત સ્પષ્ટ છે. GCERT દ્વારા રોકવામાં આવેલા મોટા લેખકો, સંપાદકો અને કન્વીનરોની લાખો રૂપિયાની ઊંચી ફી હોવા છતાં, જો આટલી મોભી ટીમો પ્રાથમિક કક્ષાની ૧૫૦થી વધુ ભૂલો પણ સુધારી ન શકે, તો આ શિક્ષણ મંડળનું એક મોટું આર્થિક કૌભાંડ અને વિદ્યાર્થીઓના જીવન સાથેના ચેડા છે.
પત્રકાર પરિષદને સંબોધન કરતા ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકારી તેમજ ખાનગી શાળાઓમાંથી ધોરણ ૬ અને ૮ ના સંસ્કળતના ભૂલ ભરેલા પાઠ્યપુસ્તકો અને ૨૦૨૬ના છેતરપિંડીવાળા- સ્ટીકરવાળા તમામ પુસ્તકો તાત્કાલિક આગામી ૨૦ દિવસમાં પાછા ખેંચવામાં આવે અને વિદ્યાર્થીઓને વિના મૂલ્યે અને સાચાં પુસ્તકો પૂરાં પાડવામાં આવે. જો આમ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલનના મંડાણ કરવામાં આવશે આ પુસ્તક નિર્માણ અને સંપાદન કમિટીના જવાબદાર અધિકારીઓ અને સભ્યો સામે ઉચ્ચ સ્તરીય તપાસ નીમી કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમની પાસેથી છાપકામ તેમજ ચૂકવેલી ફીની તમામ રકમની વસૂલાત કરવામાં આવે તેમજ આ સમગ્ર ઘટનાની એફઆઈઆર નોંધીને ત્વરિત અને કડક તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કાનૂની પગલાં લેવામાં આવે.
આજ ની પ્રેસ કોન્ફરન્સેને સંબોધતા ડો.રાજદીપસિંહ જાડેજા સહિત ડો. ભરત ભાઈ કોયાણી, નીતિન ભંડેરી, વૈશાલી શીંદે, અર્જુન ભાઈ ચોહાણ, આદિત્યસિંહ ગોહિલ,ગૌરવ ખીમસુરીયા, બ્રીજરાજ સિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા.
(2:51 PM IST)










