<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

કૃષ્‍ણમ્‌ સદા સહાયતેઃ ધર્માધ્‍યક્ષ તરીકે ભકિતપ્રકાશ સ્‍વામીઃ સાંજે તાવો-સન્‍માન

કૃષ્‍ણ એટલે જ જીવનલીલામાં શ્‍વાસની છે આવન-જાવન, આ ખોળિયુ ગોકુળિયુ અને હૃદય જ વૃંદાવન વિહિપ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિના મંત્રીઓની વરણી

રાજકોટ, તા.૨૨: વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા જન્‍માષ્ટમી મહોત્‍સવની તૈયારીઓને વેગ આપવામાં આવી રહ્યો છે. મહોત્‍સવને ભવ્‍ય, દિવ્‍ય અને ધાર્મિક માહોલમાં ઉજવવા માટે સમિતિની વિવિધ જવાબદારીઓની   વરણી અંતર્ગત ની બેઠકમાં માર્ગદર્શન સમિતિના સભ્‍યો ઉપરાંત સમીતીના અધ્‍યક્ષ રાજાભાઇ (વાવડી), ધર્મયાત્રા અધ્‍યક્ષ ધર્મેંદ્રસિંહ વાળા, કાર્યકારી અધ્‍યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમીતીના ઇનચાર્જ પરેશભાઇ રુપારેલીયા સર્વે એ શ્રી કળષ્‍ણ કનૈયા લાલ કી જય ના નાદ સાથે  જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિના ‘ધર્માધ્‍યક્ષ' તરીકે હિન્‍દુ રાષ્‍ટ્રહિત રક્ષક શ્રી ભક્‍તિ પ્રકાશદાસજી સ્‍વામીની વરણી કરવામાં આવી હતી. ભક્‍તિ પ્રકાશદાસજી સ્‍વામિનારાયણ સનાતન આશ્રમ, ખીરસરા, રણમલજી, મેટોડા સાથે સંકળાયેલા છે.

તેમના માર્ગદર્શન હેઠળ શ્રીકળષ્‍ણ જન્‍માષ્ટમી મહોત્‍સવને રાજકોટમાં ભવ્‍ય અને ઐતિહાસિક બનાવવા માટે સૌ કાર્યકર્તાઓ સંકલ્‍પબદ્ધ બન્‍યા છે. સમિતિ દ્વારા આગામી દિવસોમાં જન્‍માષ્ટમી મહોત્‍સવ અંતર્ગત વિવિધ ધાર્મિક, સામાજિક, સાંસ્‍કળતિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે તે દરેકમાં મહારાજશ્રીનું માર્ગદર્શન અને આશીર્વાદ પ્રાપ્ત થશે તેમ પરેશભાઇ રુપારેલીયાએ જણાવ્‍યુ હતુ.

શ્રી ભક્‍તિપ્રકાશ સ્‍વામીજી શ્રી સ્‍વામિનારાયણ સનાતન આશ્રમ ખીરસરા રણમલજી ના સંસ્‍થાપક છે. શ્રીમદ ભાગવત, રામાયણ, શિવપુરાણ જેવા પૌરાણિક ગ્રંથોના સુપ્રસિદ્ધ વક્‍તા છે. તેઓ જ્‍યારે કથાનું વાંચન અને પઠન કરે છે ત્‍યારે અસંખ્‍ય ભક્‍તો ભગવાનના ભક્‍તિરસમાં તરબોળ થઈ જાય છે. ભક્‍તિપ્રસાદ દાસજીસ્‍વામી ને રાષ્‍ટ્રવાદી સંત તરીકેનું બિરુદ પ્રાપ્ત થયું છે. પોતાના આધ્‍યાત્‍મિક પ્રવાસની સાથે સાથે રાષ્‍ટ્રહિત અને ધર્મ રક્ષા ને પોતાનું દાયિત્‍વ સમજીને સમાજને નવો રાહ બતાવનાર એવા સંત જેવો શ્રી અખિલ ભારતીય સંત સમિતિ - રાજકોટ જિલ્લાના અધ્‍યક્ષ પદે પણ પોતાની જવાબદારીનું નિર્વાહન કરી રહ્યા છે.

જન્‍માષ્ટમી મહોત્‍સવ નવી અને ઐતિહાસિક ઉચાઇઓ ને પાર કરશે તથા સમાજમાં હિન્‍દુ ધર્મ અને રાષ્‍ટ્રભક્‍તિ માટે અસંખ્‍ય લોકોને પ્રેરિત કરશે તેમ માર્ગદર્શક સમિતિના માવજીભાઇ ડોડીયા અને શાંતુભાઇ રુપારેલીયાએ જણાવ્‍યું છે.

જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિના દ્વારા મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. મહોત્‍સવ સમિતિના મંત્રીઓ તરીકે રવિન્‍દ્રભાઈ બડગુજર, જયદીપભાઈ વિસપરા, અલ્‍પેશભાઈ નાંઢા, સંદીપભાઈ આસોદરીયા, ધ્‍વનિતભાઈ સરવૈયા, લલિતભાઈ ગોહેલ, પારસભાઈ શેઠ, ધર્મેશભાઈ ગોહેલ, વિપુલભાઈ પંડ્‍યા, ડો. રવી પાટડિયા, યોગેશભાઈ ચોટલીયા, મહેશભાઈ ડોડીયા, દિનેશભાઈ ચારણીયા, હર્ષભાઈ વ્‍યાસ, ભાવેશભાઇ લાઠીયા, સુશીલભાઈ પાંભર અને જીતેશભાઈ રાઠોડની રહેશે. રથયાત્રાની સુરક્ષા, રથયાત્રા ની વ્‍યવસ્‍થા, પાણી, પ્રસાદ અને દર્શન જેવી મૂળભૂત વ્‍યવસ્‍થાઓ, રૂટ સુશોભન, ફળો વ્‍યવસ્‍થા, સ્‍ટેજ સંચાલન, સ્‍ટેજ વ્‍યવસ્‍થા, અને ફ્‌લોટ અને લતા સુશોભન સ્‍પર્ધા નિર્ણયો વગેરે જેવી અનેક કામગીરીઓ ની સફળતા માટે તમામ જવાબદારીઓની વહેંચણી કરવામાં આવી રહી છે તેમ સમીતીના સહ ઇનચાર્જ મનોજભાઇ ડોડીયાએ જણાવ્‍યુ હતુ. આજે સાંજે તાવો અને ગયા વર્ષના સ્‍પર્ધાના વિજેતાઓનું સન્‍માન થશે.

ઉપરાંત સમીતીના અધ્‍યક્‍શ રાજાભાઇ વાવડી, ધર્મયાત્રા અધ્‍યક્ષ ધર્મેંદ્રસિંહ વાળા અને કાર્યકારી અધ્‍યક્ષ તિર્થરાજસિંહ ગોહિલે શહેરના લોકોને સમીતી દ્વારા આયોજીત જન્‍માષ્ટમી મહોત્‍સવના દરેક કાર્યક્રમોમા ભારે ઉત્‍સાહ અને આત્‍મીયતાથી જોડાઇ ને હિંદુ એકતાનો સંદેશ આપવા આહવાન કર્યુ હતુ. માર્ગદર્શક સમીતીના નરેંદ્રભાઇ દવે અને વનરાજભાઇ ગરૈયાએ મહોત્‍સવ સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓ, લતા અને ફ્‌લોટ શુશોભન મંડળો, તમામ સંસ્‍થાઓ, ધાર્મીક, સામાજીક અને વ્‍યવસાયિક સંગઠનો અને જાહેર જનતાને આજે શનિવાર સાંજે ૬:૩૦ વાગ્‍યે શિલ્‍ડ વિતરણ કાર્યક્રમમા સહભાગી થવા અને તાવાનો પ્રસાદ લેવા નિમંત્રણ પાઠવ્‍યુ છે. ઇનામ વિતરણ અને તાવાપ્રસાદ આજે સાંજે ૬.૩૦ વાગ્‍યે બી.એ.પી.એસ.  સ્‍વામીનારાયણ મંદિર કાલાવડ રોડ ખાતે યોજાનાર છે

(3:10 PM IST)