<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

સગર્ભા કમલાબેનનું શ્વાસ ચડયા બાદ મોત

કોટડાસાંગાણીના હડમતાળામાં રહેતી પરિણીતાએ સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયોઃ મુળ દાહોદના પરિવારમાં શોક

 

 

રાજકોટ તા. ૨૨: કોટડાસાંગાણીના હડમતાળા ગામે પતિ, પરિવાર સાથે રહેતી મુળ દાહોદ પંથકની સગર્ભાનું તબિયત બગડયા બાદ રાજકોટમાં મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ હડમતાળા જીઆઇડીસી વાઘેશ્વર મંદિર સામે રીવેલ પ્રા.લિ. નામની કંપની નજીક ક્‍વાટૃરમાં રહેતી કમલાબેન મોહનભાઇ નાયક (ઉ.વ.૩૦) નામની પરિણીતાને હાલ પેટમાં આઠ માસનો ગર્ભ હોઇ ગત ૧૩મીએ ઘરે હતી ત્‍યારે એકાએક શ્વાસ લેવામાં તકલીફ થવા માંડતાં ગોંડલ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ ઝનાના હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી.

ત્‍યાંથી વધુ સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ ગત સાંજે મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કોટડા સાંગાણી પોલીસને કરી હતી. મૃત્‍યુ પામનારના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક દિકરી છે અને હાલમાં તેણીને સારા દિવસો જઇ રહ્યા હતાં. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો છે

(3:54 PM IST)