<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

એલસીબી ઝોન-૨ની સફળતા: અંજારમાંથી ચોરાયેલી બાઇક સાથે રાજકોટમાં દિનેશ ઉર્ફે નીતિન પકડાયો

ડીસીપી હેતલ પટેલ, ડીસીપી રાકેશ દેસાઈની રાહબરીમાં પીએસઆઇ એસ.વી. ચુડાસમા, એએસઆઈ હરપાલસિંહ જાડેજા, જે.વી.ગોહિલ, રાજેશભાઈ મીયાત્રા સહિતની ટીમની કામગીરી

રાજકોટ: શહેર વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા મોટરસાયકલ ચોરીઓના ગુન્હાઓનો ભેદ ઉકેલવા અને આમ નાગરીકોના જાનમાલને પોલીસ સુરક્ષા મળી રહે તે હેતુસર ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ હેતલ પટેલ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ રાકેશ દેસાઈએ ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી મુદ્દામાલ કબ્જે કરવા તેમજ અન્ય મિલકત સંબંધી ગુન્હાઓ ડિટેક્ટ કરવા કડક સૂચનાઓ આપી હતી.

આ સૂચનાઓને પગલે એલ.સી.બી. ઝોન-૨ ના પો.સબ ઇન્સ. એસ.વી.ચુડાસમા તથા એલ.સી.બી. ઝોન-૨ ના કર્મચારીઓ સી.સી.ટી.વી. ફુટેજ, ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સોર્સના માધ્યમથી આરોપીઓ તથા મુદ્દામાલ શોધી કાઢવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સંયુક્ત ખાનગી રાહે ચોક્કસ હકીકત મળી હતી કે રૈયારોડ હનુમાનમઢી ચોક માધવ પાન સામે એક ઇસમ સ્પ્લેન્ડર મોટરસાયકલ લઇને ઉભેલ છે અને તે સ્પ્લેન્ડર મોટરસાઈકલ ચોરીનું છે. આ હકીકત મળતા જ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને ચોરીના વાહન સાથે દિનેશ ઉર્ફે નિતિન રાજુભાઇ જમણપરીયા (ઉ.વ.૨૦, ધંધો મજુરીકામ, રહે. સુંદરપરી શેરી નં.૧ દશામાંના મંદિર પાસે ભારતીબેન મકાનમાં ગાંધીધામ) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો

પોલીસ દ્વારા આરોપી પાસે રહેલ નંબર વગરનું હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કબ્જે કરવામાં આવ્યું હતું. આ વાહનનો ચેસીસ નં. તથા એન્જિન નંબર ચેક કર્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. ૨૦,૦૦૦ ગણવામાં આવી છે. આ વાહન અંગે તપાસ કરતા અંજાર પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબનો મો.સા. ચોરીનો ગુન્હો ડિટેક્ટ થયો હતો. ઉપરાંત આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ તપાસતા તેની સામે ગાંધીધામ એ.ડીવીઝન પોલીસનો  ગુન્હો પણ નોંધાયેલો હોવાનું ખુલવા પામ્યું છે. આ  કામગીરી એલ.સી.બી. ઝોન-૨ ના પો.સબ ઇન્સ. એસ.વી.ચુડાસમા તથા એ.એસ.આઇ. જયંતીભાઇ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા અને પો.હેડ કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, હેમેન્દ્રભાઇ વાઘિયા, શકિતસિંહ ગોહિલ, સત્યજિતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા તેમજ પો.કોન્સ. કુલદીપસિંહ રાણા, શિવભદ્રસિંહ ગોહિલ અને મૈસુરભાઇ કુંભારવાડીયા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

(1:21 PM IST)