તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
રાજકોટ મેટોડા GIDC વિસ્તારમાં 6 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચરનાર વિક્રમ ગૌરને બે જ કલાકમાં ઝડપી લેવાયો
ખીરસરાથી મેટોડા તરફ જતા રસ્તા નજીક ઝાડી-ઝાંખરામાંથી બાળકીના રડવાનો અવાજ સંભળાતાં જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મૂળ ઉત્તર પ્રદેશના 36 વર્ષીય આરોપી વિક્રમ ગૌરને રંગેહાથ ઝડપી પાડ્યો

રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાં માત્ર 6 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજારવાની હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. બનાવની જાણ થતાં જ મેટોડા GIDC પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને આક્રમક તપાસ હાથ ધરી હતી. ખીરસરાથી મેટોડા તરફ જતા રસ્તા નજીક ઝાડી-ઝાંખરામાંથી બાળકીના રડવાનો અવાજ સંભળાતાં જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મૂળ ઉત્તર પ્રદેશના 36 વર્ષીય આરોપી વિક્રમ ગૌરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ઘટના બન્યાના ગણતરીના 2 જ કલાકની અંદર પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે પોક્સો (POCSO) સહિતની અતિ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(8:09 PM IST)










