News of Monday, 24th August 2026
રાજકોટના પૌરાણિક શ્રી કામનાથ મહાદેવના ૭૭માં પાટોત્સવની ઉજવણી
નાસીક ઢોલ અને ડમરૂ નાદ, વાંસળીના સૂર તેમજ રાસની રમઝટ સાથે નિકળી પાલખીયાત્રા : લઘુદ્રાભિષેક પૂજન, ષોડશોપચાર પૂજન કરાયુ

રાજકોટ : શહેરના બેડીનાકા સ્થિત ૧૪૭ વર્ષ જુનાં પૌરાણિક શ્રી કામનાથ મહાદેવના ૭૭મા પાટોત્સવ દિવસની ઉજવણી કામનાથ મહાદેવના સાનિધ્યમાં રંગેચંગે કરવામાં આવી હતી. બપોરે લઘુન્દ્રાભિષેક, ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું. આ પાવન પ્રસંગે સંસદસભ્ય શ્રી પરશોત્તમભાઈ રૂપાલા તથા ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહની પ્રેરક ઉપસ્થિતિમાં કામનાથ મહાદેવની વરણાગી અને ફલેકું કામનાથ મહાદેવના મંદિરથી લઈ પરાબજાર, કાપડ માર્કેટ, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, રાજશ્રી સિનેમા, આશાપુરા મંદિર, કોઠારીયા નાકા થઈ ફરી કામનાથ મહાદેવના મંદિરે પૂર્ણ થયું. જેમાં સમગ્ર રાજકોટ શહેર મહાદેવમય બન્યું હતુ. આ ફુલેકા દરમિયાન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જામખંભાળિયાના ખ્યાત આંબાવાડી કલાવળંદ, પ્રખ્યાત અધોરી ગળપ, આહલાદક ડમરૂવાદન, નાસિકના પ્રખ્યાત ઢોલ, ગડુની સુર-મધુર શરણાઈ વાદન, રાસમંડળીઓ, વિવિધ સ્થળેથી આવેલા પરંપરાગત લોક કલાકારો વગેરેએ ભાગ લઇ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. ધર્મનગરી રાજકોટમાં કલ્યાણકારી કામનાથ મહાદેવની વરણાગી એ રાજકોટવાસીઓ માટે વર્ષોથી શ્રદ્ધા, અને સંસ્કળતિનું પ્રતિક બની રહ્યું છે. છેલ્લા ૭૭ વર્ષથી અવિરત પણે શ્રાવણ સુદ દશમના રોજ શ્રી કામનાથ મહાદેવનું ફલેકું વરણાગી રૂપે રાજકોટના રાજમાર્ગો પર નીકળે છે. દરેક જગ્યાએ ભકતોને દાદાના દર્શનનો લહાવો મળે છે. આ ફલેકામાં બાળકોથી માંડી વળદ્ધો સહિત સહુ કોઈ સામેલ થઈ કોઈ રાસ ગરબા રમતા, કોઈ કીર્તન કરતા, કોઈ પુષ્પવળષ્ટિ વરસાવતા, કોઈ દાદાને મસ્તક નમાવી આશીર્વાદ લેતા, કોઈ દાદાની પાલખી ઉચકતા, કોઈ કામનાથ મહાદેવની જય બોલાવતા વાતાવરણ શિવવિભોર બન્યું હતું. યાત્રા દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા ચા પાણી, નાસ્તો, ઠંડા પીણાની સેવા કરી હતી. સત્ય સનાતન ધર્મનો અહાલેક જગાવતો માનવ મહેરામણ ઉમટી પડેલ. આ મંદિરમાં છેલ્લા ૨૮ વર્ષથી શ્રી કામનાથ મહાદેવ પ્રેરિત શ્રી બ્રહ્માનંદ સંસ્કળત વેદ પાઠશાળાનું સંચાલન ગુરુજીશ્રી હર્ષદભાઈ જીવરામભાઈ શાષાીજીની સેવાનીશ્રામાં બ્રહ્મ દેવોને વિનામૂલ્યે સંસ્કળત કર્મકાંડની તાલીમ આપવામાં આવે છે. મંદિર પરિસરમાં વિનામૂલ્ય યોગ, આર્યુવેદ, હોમિયોપેથી અને દરિદ્રનારાયણની સેવા જેવી સેવાકીય પ્રવળત્તિઓ કરવામાં આવે છે. તસ્વીરમાં શ્રી કામનાથ મહાદેવના ફુલેકાની ઝલક નિહાળી શકાય છે.
(2:22 PM IST)










