News of Monday, 24th August 2026
મેટોડા જીઆઇડીસીમાં બાળાનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કરનાર વિક્રમનું હવસનું ભૂત ઉતારતી પોલીસ
અપહૃત ૬ વર્ષની બાળાએ રડવાનું ચાલુ કરતા જ ત્યાંથી પસાર થતી પોલીસે આરોપીને ઝડપી લીધોઃ પરપ્રાંતીય વિક્રમ ગોૈર બે દિ'ના રીમાન્ડ ઉપર આરોપી વિક્રમ પોર્ન વિડીયો જોવાનો શોખીનઃ પત્ની પ માસથી રિસામણે છે અને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે બનાવના પગલે રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જર મેટોડા દોડી ગયાઃ આરોપીની આગવી ઢબે સરભરા કરાઇ

રાજકોટ તા.૨૪: મેટોડા જીઆઇડીસીમાં ૬ વર્ષની બાળાનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કરનાર પરપ્રાંતીય શખ્સને પોલીસે ઝડપી લઇ આગવી ઢબે સરભરા કરી હવસનું ભૂત ઉતારી નાંખ્યુ હતું. પકડાયેલ શખ્સને કોર્ટે બે દિ'ના રીમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો છે.
મળતી વિગતો મુજબ ભોગ બનનાર છ વર્ષની બાળકી ઘર પાસે હતી ત્યારે આરોપીએ તેને બિસ્કિટ અને આઈસ્ક્રીમની લાલચ આપી, આંગળી પકડી અડધો કિ.મી. દૂર ખીરસરા ગામથી મેટોડા જવાના ડામરપટ્ટી રોડની બાજુમાં આવેલી ઝાડી-ઝાંખરાવાળી અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ ચીસો પાડતા તેનો અવાજ અવાવરૂ વિસ્તારમાં દબાઈ ગયો હતો. પરંતુ બાદમાં રડવાનો અવાજ સાંભળી ત્યાંથી પસાર થયેલી પોલીસે સ્થળ પર જઈ આરોપીને અર્ધનગ્ન હાલતમાં રંગેહાથ ઝડપી બાળકીને મુક્ત કરાવી હતી.
બાળા ગૂમ થયા બાદ બાળકીના વાલીઓએ શોધખોળ પોલીસને જાણ કરી હતી. મેટોડાના પી.આઇ. મહેન્દ્રસિંહ પરમારે તપાસ શરૂ કરતાં દોઢેક કલાકમાં જ આરોપી મળી આવ્યો હતો. જો પોલીસ સમયસર ન પહોંચી હોત તો વધુ ગંભીર ઘટના બનવાની શકયતા હતી. પોલીસે આરોપી વિક્રમની આગવીઢબે સરભરા કરી હવસનુ ભૂત ઉતારી નાખ્યુ હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ આરોપી વિક્રમ સુખદેવ ગોૈર (ઉ.વ.૩૬) રહે.હાલ અંજલીપાર્ક મેટોડા મૂળ યુ.પીના બાંદા જિલ્લાનો વતની થોડા દિવસ પહેલા જ કામની શોધમાં મેટોડા આવ્યો હતો. તે પરિણીત છે, તેને ૮ વર્ષની પુત્રી અને ૩ વર્ષનો પુત્ર છે. તેની પત્ની ૫ માસથી રિસામણે ગઈ છે. તેના મોબાઈલની ગૂગલ હિસ્ટ્રી ચેક કરતા તે પોર્ન વીડિયો જોવાનો આદિ હોવાનું અને વિકળત માનસિકતા ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેની સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિ'ના રીમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો. આ ગંભીર બનાવના પગલે રાજકોટ રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરે ઘટના સ્થળે પહોંચી આરોપી વિરુદ્ધ સજ્જડ પુરાવા એકત્ર કરવા મેટોડા પોલીસને સુચના આપી હતી.
(2:17 PM IST)










