<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

પવિત્ર શ્રાવણ માસના સોમવાર નિમિત્તે સમગ્ર રાજકોટ શિવમય બન્યું

શહેરના મધ્યમાં આવેલા પૌરાણિક પંચનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો

રાજકોટ : પવિત્ર  શ્રાવણ માસના સોમવાર નિમિત્તે સમગ્ર રાજકોટ શિવમય બન્યું છે, જેમાં શહેરના મધ્યમાં આવેલા પૌરાણિક પંચનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. શ્રાવણના આ દિવ્ય અવસરે મહાદેવના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પંચનાથ મંદિર ખાતે ઉમટી પડ્યા છે, જેના કારણે આખા પરિસરમાં ભક્તિસભર અને ઉત્સાહવર્ધક માહોલ છવાઈ ગયો છે

(1:34 PM IST)