તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
રાજકોટમાં આકાર પામ્યો ગુજરાતનો સૌથી મોટો ટાટા મોટર્સનો મેગા શોરૂમ ‘જય ગણેશ ઓટો વર્લ્ડ'
નરેશભાઈ પટેલના હસ્તે દબદબાભેર શુભારંભ : એક જ છત નીચે સેલ્સ, સર્વિસ, સ્પેરપાર્ટ્સ અને ૩ હજારથી વધુ લોકોને રોજગારીની મોટી ભેટ

રાજકોટ : રંગીલા રાજકોટના આંગણે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે એક સુવર્ણ અધ્યાયનો પ્રારંભ થયો છે. દેશની અગ્રણી અને વિશ્વાસપાત્ર વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સના ગુજરાતભરના સૌથી મોટા તેમજ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મેગા શોરૂમ ‘જય ગણેશ ઓટો વર્લ્ડ'નું ગઇકાલે દબદબાભેર ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
રાજકોટના પ્રાઇમ લોકેશન ગણાતા કાલાવડ રોડ ડાયવર્ઝન પર, જય ગણેશ સર્કલ પાસે અને એક્વા કોરલ બિલ્ડિંગની બાજુમાં આવેલ આ વિશાળ મેગા શોરૂમના ઉદ્ધાટન પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે દીપ પ્રાગટય કરી શોરૂમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટાટા મોટર્સના ઝોનલ મેનેજર શ્રી અમિત સિંહા તેમજ ઝોનલ સીસીએમ શ્રી રમેશ વરદરાજન સહિત કંપનીના ઉચ્ચ અધિકારીઓ, જય ગણેશ ગ્રુપના આગેવાનો, રાજકીય-સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
ટાટા મોટર્સ ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગમાં નવીનતા, ઉત્કળષ્ટ ડિઝાઇન અને મજબૂત વાહન સુરક્ષા માટે વિશ્વભરમાં નામના ધરાવે છે. ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી ટાટાની કાર્સ આજે દરેક ભારતીય પરિવારની પ્રથમ પસંદગી બની છે. પંચ, નેકસોન, કર્વ, સફારી, એલ્ટ્રોઝ અને ટીગોર જેવા અતિ લોકપ્રિય મોડલ્સ સાથે ટાટા મોટર્સે ભારતીય માર્ગો પર સુરક્ષા અને ડ્રાઇવિંગ અનુભવનું એક નવું ધોરણ સ્થાપિત કર્યું છે.
રાજકોટ અને સૌરાષ્ટ્રના ગ્રાહકોને વિશ્વસ્તરીય શોપિંગ અને આફ્ટર-સેલ્સ અનુભવ પૂરો પાડવાના ઉદ્દેશ્યથી જય ગણેશ ગ્રુપ દ્વારા ‘જય ગણેશ ઓટો વર્લ્ડ'નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સેન્ટર ખાતે ગ્રાહકોને એક જ છત નીચે ટાટાના તમામ નવીનતમ મોડલ્સની ખરીદી માટે વિશાળ ડિસ્પ્લે એરિયા અને ઉત્કળષ્ટ ડિલિવરી અનુભવ. ગ્રાહકો માટે સરળ, પારદર્શક અને ઝડપી લોન/ફાઇનાન્સ તથા ઇન્શ્યોરન્સની પ્રક્રિયા. જેન્યુઈન એક્સેસરીઝ તથા આધુનિક સાધનોથી સજ્જ વર્કશોપ દ્વારા ત્વરિત અને શ્રેષ્ઠ આફ્ટર-સેલ્સ સર્વિસ. ગ્રાહકો કારની સંપૂર્ણ માહિતી આધુનિક ડિજિટલ ટેકનોલોજી અને વિશાળ ડિસ્પ્લે સ્ક્રીન્સ દ્વારા મેળવી શકે તેવી ખાસ વ્યવસ્થા.અત્રે ઉલ્લેખનીય છે કે, ઓટોમોબાઈલ ક્ષેત્રે વર્ષ ૧૯૭૪થી એટલે કે પાંચ દાયકા કરતાં પણ વધુ સમયથી ગ્રાહકોનો અવિરત વિશ્વાસ જીતનાર જય ગણેશ ગ્રુપ માટે આ શોરૂમ એક નવું સીમાચિホ બની રહ્યાનું જણાવાયું છે. ‘જય ગણેશ ઓટો વર્લ્ડ'ના શુભારંભ સાથે જ જય ગણેશ ગ્રુપનું ટાટા મોટર્સ સાથેનું નેટવર્ક હવે ૨૭થી વધુ ટચ પોઈન્ટ્સ સુધી વિસ્તર્યું છે. આ વિશાળ નેટવર્કથી રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં રહેતા ટાટા કારના ગ્રાહકોને સેલ્સ અને આફ્ટર-સેલ્સ સર્વિસ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે.આ મેગા શોરૂમ અને સર્વિસ સેન્ટર માત્ર ગ્રાહક સેવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સ્થાનિક અર્થતંત્ર અને રોજગારીને પણ મોટો વેગ આપશે. ‘જય ગણેશ ઓટો વર્લ્ડ'ના આ વિસ્તરણથી ૧ હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ અને ૨ હજારથી વધુ લોકોને પરોક્ષ એમ કુલ ૩ હાજરથી પણ વધુ લોકોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થઈ હોવાનું જણાવાયું છે.તસ્વીરમાં ટાટા મોટર્સના પ્રારંભ પ્રસંગે ખોડલ ધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ડૉ. જયેશ ડોબરીયા તેમજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:57 PM IST)










