<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

શીતલબેન કારખાને કામ કરવા ન જાય તો સાસુ જમવા પણ ન દેતાં, પતિ દારૂ પી મારકુટ કરતો

હાલ પીરવાડી પાસે ભાઇ-ભાભી સાથે રહેતી પરિણીતાએ લવમેરેજ કર્યા તે સાસુને પહેલેથી જ પસંદ નહોતું તેર વર્ષ સંયુક્‍ત પરિવારમાં રહ્યા પછી અલગ રહેવા ગયા તો પતિએ ત્રાસ ચાલુ કર્યોઃ સાસુએ કતું મરી કેમ નથી જતી? કહેતાં કંટાળીને ફિનાઇલ પી લીધીઃ આજીડેમ પોલીસે પતિ વિશાલ અને સાસુ લાભુબેન પરમાર વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૪: હાલ પીરવાડી નજીક ભાઇ-ભાભી સાથે રહેતી એક પરિણીતાએ ખોખડદળ પૂલ પાસે શીવધારામાં રહેતાં પતિ, સાસુ વિરૂધ્‍ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. આ બંનેના ત્રાસને કારણે તેણીએ સાસુના ઘરે જઇ ફિનાઇલ પી લીધુ હતું. આમ છતાં પણ પતિ ખબર પુછવા આવ્‍યો નહોતો. તેણીએ અઢાર વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હોઇ તે સાસુને પહેલેથી જ પસંદ નહોતું. તેણી કારખાને કામ કરી પગાર પણ સાસુને આપી દેતી હતી. જો કામે ન જાય તો તેણીને સાસુ જમવા પણ દેતાં નહોતાં. આ પછી તે  પતિ સાથે અલગ રહેવા ગઇ હતી. બાદમાં પતિ પણ દારૂ પી મારકુટ કરવા માંડયો હતો. પોતાની માતાની ચઢામણીથી તે પણ ત્રાસ આપવા માંડયાનો આરોપ મુકાયો છે.

આ બનાવમાં  આજીડેમ પોલીસે ગોંડલ રોડ પીરવાડી નજીક રામ પાર્ક-૪માં રહેતાં શીતલબેન વિશાલભાઇ પરમાર (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી તેના પતિ શીવધારા સોસાયટી-૧ ખોખડદળ નદીના પૂલ પાસે રહેતાં વિશાલ અમરશીભાઇ પરમાર અને સાસુ લાભુબેન અમરશીભાઇ પરમાર વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

શીતલબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે હાલમાં હું રામ પાર્કમાં મારા ભાઇ મેહુલભાઇ નરેન્‍દ્રભાઇ ચોૈહાણ અને ભાભી જ્‍યોતિબેન સાથે રહુ છું. મેં અઢાર વર્ષ પહેલા વિશાલ સાથે લવમેરેજ કર્યા છે. લગ્ન પછી અમે તેર વર્ષ સુધી સંયુક્‍ત પરિવારમાં રહ્યા હતાં. એ વખતે હું કારખાનામાં નોકરી કરતી હતી. તેમજ મારો જે પગાર આવતો તે સાસુ લાભુબેનને આપવાનો હતો. જેથી હું તેમને પગાર આપી દેતી હતી. હું કામે ન જાઉ તો મારા સાાસુ જમવા પણ આપતાં નહિ. બાદમાં હું મારા સાસુથી અલગ રણુજા મંરિદ પાસે રહેવા ગઇ હતી. અહિ ભાડાના મકાનમાં હું અને પતિ રહેતાં હતાં. બાદ ત્રણેક વર્ષ સમ્રાટ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં એક કારખાનામાં રહ્યા હતાં અને ત્‍યાં જ કામ કરતાં હતાં. મારે સંતાનમાં બે દિકરા છે જેમાં એક ૧૭ વર્ષનો બીજો ૧૧ વર્ષનો છે. હાલમાં હું બ્‍યુટી પાર્લરનું કામ પણ કરુ છું.

શીતલબેને આગળ જણાવ્‍યું છે કે મારા સાસુ લાભુબેન તરફથી મને પહેલેથી જ તકલીફ હતી. ગત દિવાળીના સમયે તા. ૨૦/૧૦/૨૫થી મારા પતિ વિશાલ પરમારે પણ જીણી જીણી વાતે મારી સાથે ઝઘડા ચાલુ કર્યા હતાં. હું જમવાનું બનાવુ તો એ જમતા નહિ, ઘરના ખર્ચ માટે પૈસા પણ આપતા નહિ. તે મન પડે ત્‍યારે આવતા જતાં હતા.  જો હું કંઇ કહું તો મને મારવા લાગતાં હતાં. આ ઉપરાંત મારા સાસુ મારા દિકરાને ફોન કરીને હું ક્‍યાં જાઉ છું, કેટલુ કમાઉ છું તેવુ પુછતા રહે છે. મારા પતિને પણ તે મારા વિરૂધ્‍ધ ખોટી ચઢામણી કરે છે. આથી પતિ જીણી જીણી વાતે ઝઘડા કરે છે અને ાદરૂ પી મારકુટ કરે  છે. ગત તા.૧૭/૫ના રોજ હું ગોકુલધામ ગીતાંજલી સોસાયટી-૧માં ઘરે હતી ત્‍યારે પતિ વિશાલ દારૂ પી ઘરે આવેલ અને મારવાની કોશિષ કરી હતી. આ વખતે મેં બચાવ કરી તેને ધક્કો મારી દીધો હતો. તે વખતે તેણે હવે તને મારી જ નાંખુ કહી ધમકી આપી હતી અને જતો રહ્યોહ તો. પછી તે ઘરે આવેલ નહિ.

બાદમાં મારે ઘરનું બ્‍યુટી પાર્લર કરવા લોનની જરૂર હોઇ પર્સનલ લોન લેવાની જરૂર હતી. અગાઉ એક્‍ટીવા લોનથી લીધુ હોઇ તેમાં મોબાઇલ નંબર મારા પતિનો હતો. પર્સનલ લોનની પ્રોસીઝર કરતાં ઓટીપી પતિના મોબાઇમલાં જતાં  હોઇ જેથી હું ૨૦/૧ના રોજ શીવધારામાં મારા સાસુ લાભુબેનના ઘરે ગઇ હતી. ત્‍યારે સાસુએ તું કેમ મરી જતી નથી તેમ કહેતાં હું સાસુ અને પતિના ત્રાસથી કંટાળી જઇ ત્‍યાં જ ફિનાઇલ પી ગઇ હતી. બાદમાં ૧૦૮ મારફત હોસ્‍પિટલમાં દાખલ થઇ હતી. જે તે વખતે મેં ફરિયાદ કરી નહોતી. પરંતુ ત્‍યારબાદ પણ પતિ ખબર પુછવા પણ ન આવતાં અંતે મારે ફરિયાદ કરવી પડી હતી. મેં પ્રેમલગ્ન કર્યા હોઇ તે સાસુને ગમતું ન હોઇ જેથી મને સતત ત્રાસ હતો. પછી પતિ પણ ત્રાસ આપવા માંડયા હોઇ અંતે બંને વિરૂધ્‍ધ ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં શીતલબેને કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ ડી. કે. ધાંધલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:49 PM IST)