News of Monday, 24th August 2026
શ્રી મારૂતી ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીક લી. ના ભારતના ર૬ રાજયના ૪ હજારથી વધુ આઉટલેટઃ પ હજારથી વધુ પીનકોડમાં રાખડી પહોંચાડવાની સુવિધા
દુરંદેશી ઉદ્યોગ સાહસિક અને રાજયસભાના પુર્વ સાંસદ રામભાઇ મોકરીયાએ ૧૯૮પમાં ‘શ્રી મારૂતી' કુરીયરનો પ્રારંભ કર્યો'તો

રાજકોટ, તા., ૨૪ : શ્રી મારૂતી ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક લીમીટેડ કુરીયર ક્ષેત્રે સૌથી અગ્રેસર અને ૪૦ વર્ષનો યશસ્વી લેન્ડમાર્ક સર કરનાર ઈન્ડિયાની એકમાત્ર અને સર્વપ્રથમ કુરીયર કંપની છે. શ્રી મારૂતી ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક લીમીટેડ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભાઈ-બહેનના તોહના પ્રતિક સમી રાખડીની ડીલીવરીને વ્યવસાય કરતાં વિશેષ પ્રાધાન્ય આપે છે.
ભાઈ-બહેન ના પ્રેમના પ્રતિક રાખડીનો તહેવાર રક્ષાબંધન નજીક આવી રહ્યો છે ત્યારે શ્રી મારૂતી ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક લીમીટેડના ભવ્ય બ્રાન્ડ નેમ અને વિશ્વસનીયતાના કારણે રાખડીની ઝડપી ડીલીવરી માટે હંમેશા શ્રી મારૂતી ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક લીમીટેડનું નામ બહેનોને કંઠસ્થ છે. શ્રી મારૂતી તે કુરીયરનો પર્યાય છે. તે સતત ૪૦ વર્ષ થી કંપનીની લોકપ્રિયતાની સર્વોચ્ચ ચરમસીમા છે.
દુરંદેશી ઉદ્યોગ સાહસિક રામભાઈ મોકરીયા(પૂર્વ સાંસદ-રાજ્યસભા અને શ્રી મારૂતી ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ લીમીટેડના સ્થાપક) એ તા.૨૨-૧૦-૧૯૮૫માં કુનેહપૂર્વક સૌરાષ્ટ્રના પોરબંદર સહિતના પાંચ સેન્ટરથી ટ્રેડીશનલ કુરીયર સર્વિસ આપવા શ્રી મારૂતીના શ્રીગણેશ કર્યા. આ ટ્રેડીશનલ કુરીયર બિઝનેસને રામભાઈની નવી જનરેશન શ્રી અજય મોકરીયા-એમ.ડી. અને મૌલિક મોકરીયા-ચેરમેન એ એક્સપાન્સન સાથે ડાયવર્સિફીકેશન કરી ને સમય સાથે સમયસર સફળ બદલાવ કરેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના ભારત ને ૫ ટ્રીલીયન ડોલર ઈકોનોમી બનાવવાનો ધ્યેય છે જેમાં લોજીસ્ટીક સેકટરનો અમર્યાદિત અવકાશ છે. ત્યારે મેનેજમેન્ટે તેમના પ્રોજેક્ટ પોર્ટફોલીયોમાં મલ્ટીપલ લોજીસ્ટીક સોલ્યુશન ઉમેરીને ભાવિ વિકાસ માટે કટિબધ્ધ છે.
આ ૪૦ વર્ષોમાં શ્રી મારૂતી એ લોજીસ્ટીકમાં અગ્રણી કંપની તરીકે પોતાને સ્થાપિત કરી છે અને ભારતભરના અનેક વ્યવસાયોની કરોડરજ્જુ બની રહી છે. ઈનોવેશન અને પ્રતિબધ્ધતા થકી અમે એક એવો વારસો ઉભો કર્યો છે જે કરોડો લોકોની લોજીસ્ટીકસની જરૂરીયાતો પૂરી કરે છે. સ્વપ્નો સાકાર કરે છે અને સમગ્ર શહેરી અને ગ્રામીણ વિસ્તારોના વિકાસને ટેકો આપે છે.
શ્રી મારૂતી ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક લીમીટેડ દેશભરના ૨૬ રાજ્યમાં ૪૦૦૦ થી વધુ આઉટલેટ ૫૦૦૦ થી વધુ પીનકોડ ના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક અને ૨૦૦૦૦થી વધુ યુવા સ્ટાફની ટીમ રાખડી ડીલીવરી માટે પોતાની પવિત્ર ફરજ બજાવશે.
કંપની મેનેજમેન્ટ દ્વારા બહેનોને નમ્ર વિનંતી છે કે તેઓ સત્વરે રાખડી બુકીંગા કરાવીને નિヘતિં બને. શ્રી મારૂતી ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક લીમીટેડ માં રાખડી બુક કરાવનાર બહેનોને વિના મૂલ્યે સ્પેશિયલ રાખી એન્વેલપ ની સુવિધા ઉપલબ્ધ છે. ટાઈમબાઉન્ડ ડીલીવરી માટે સ્પેશ્યલ FAST TRACK, VAYU QUICK, VAYU QUICK PRO જેવી પ્રોડક્ટ ઉપલબ્ધ છે.
અલ્ટ્રામોર્ડન ટેકનોલોજી અને વર્લ્ડ કલાસ સોફ્ટેવર થી કંપનીનું ઈન્ટરનેટ કનેક્ટેડ નેટવર્ક, કસ્ટમર્સ ને ડીલીવરી અંગે SMS સુવિધા ઉપલબ્ધ છે તેમજ શ્રી મારૂતી ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક લીમીટેડ આ પ્રકારની અતિઆધુનિક ટેકનોલોજી થી વૈશ્વિક ટ્રેન્ડ અપનાવનાર ભારતભરની એકમાત્ર અગ્રગણ્ય કંપની હોવાનું શ્રેય લે છે. કંપનીએ રક્ષાબંધન નિમિત્તે રાખડીની સમયસર ડીલીવરી માટે વ્યવસાયથી વિશેષ જવાબદારી તરીકે સ્વીકારી છે અને બહેનોની વિશ્વસનીયતા ને સતત ૪૦ વર્ષથી જાળવી રાખી છે. સતત ૪૦ વર્ષની બ્રાન્ડ ઈમેજ, વિશ્વસનીયતા, ઓલ ઈન્ડિયામાં નેકસ્ટ્ ડે ડીલીવરી, ઓનલાઈન ટ્રેકીંગને કારણે શ્રી મારૂતી કુરીયરના આઉટલેટ પર રાખડી બુકીંગ માટે બહેનોનો પુષ્કળ ધસારો થઈ રહ્યો છે
(2:55 PM IST)










