<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

બાલાજી હનુમાનજી મંદિરે પૂર્વ સાંસદ અને ધારાસભ્‍યો સહિત મહાનુભાવોએ ચોકલેટ શણગાર દર્શનનો લ્‍હાવો લીધા

રાજકોટઃ રાજકોટના ભુપેન્‍દ્ર રોડ સ્‍થિત સુપ્રસિદ્ધ શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે શનિવારના રોજ એક અત્‍યંત અનોખો અને ભવ્‍ય ‘‘ચોકલેટ શણગાર એવમ ચોકલેટ અન્નકૂટ'' મહોત્‍સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્‍યો. આ મહોત્‍સવના પાવન અવસરે લોકલાડીલા નેતા અને રાજ્‍યસભાના પૂર્વ સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, રાજકોટ દક્ષિણના ધારાસભ્‍ય અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી રમેશભાઈ ટીલાળા તેમજ રાજકોટ પヘમિના ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ અચૂકપણે દાદાના દર્શનાર્થે પધાર્યા હતા.દાદાના દરબારમાં આયોજિત આ અલૌકિક ઉત્‍સવમાં આસ્‍થાનું ઘોડાપૂર ઉમટી પડ્‍યું હતું. આ વિશેષ આયોજનમાં શ્રી બાલાજી દાદાને વિવિધ રંગબેરંગી ચોકલેટસમાંથી ખાસ તૈયાર કરાયેલા આકર્ષક વાઘા પહેરાવવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત, દાદાની સમક્ષ ચોકલેટ્‍સથી સુશોભિત વિશાળ ‘‘ચોકલેટ અન્નકૂટ''ધરાવવામાં આવ્‍યો હતો. આ તમામ મહાનુભાવોએ બાલાજી દાદાના ચરણોમાં શીશ ઝુકાવી, અદભુત ચોકલેટ શણગાર અને ચોકલેટ અન્નકૂટના દર્શનનો લ્‍હાવો લીધો હતો. મહંત શાષાી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી, મહંત શાષાી શ્રી રાધારમણદાસજી સ્‍વામી અને કોઠારી શ્રી મુનિવત્‍સલદાસજી સ્‍વામીના સીધા માર્ગદર્શન હેઠળ આ ઉત્‍સવને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્‍યો હતો. શહેરભરમાંથી મોટી સંખ્‍યામાં ધર્મપ્રેમી જનતાએ આ દિવ્‍ય મહોત્‍સવમાં ભાગ લઈ બાલાજી દાદાની કળપા પ્રાપ્ત કરી હતી.

(2:59 PM IST)