News of Monday, 24th August 2026
શ્રાવણ માસના બીજા સોમવારે શિવ મંદિરોમાં અનેરી શોભા સાથે વિવિધ પૂજા - પાઠ -સત્સંગ : દર્શનાર્થીઓની કતારો

રાજકોટ : પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર હોય શહેરના શિવમંદિરોમાં વિશેષ કાર્યક્રમોના આયોજનો થયા છે. વહેલી સવારથી શિવમંદિરોમાં હર હર મહાદેવ, ૐ નમઃશિવાયના નાદો ગુંજી ઉઠયા હતા. ભાવિકોએ દર્શન - અભિષેકનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. શિવાલયોમાં ચાર પ્રહરની આરતી ઉપરાંત આખો દિવસ ધૂન-સત્સંગના કાર્યક્રમો ચાલશે. સાંજે પણ શિવજીની વિશેષ શોભા સાથે દર્શનીય આરતીના કાર્યક્રમો આયોજીત થયા છે. ઉપરોકત તસ્વીરમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ મંદિરોમાં થઇ રહેલ પૂજનવિધિ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:32 PM IST)










