<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

રાષ્‍ટ્રીયશાળાનો વાર્ષિક સંગીત ઉત્‍સવઃ બાળકોની રંગારંગ પ્રસ્‍તુતીઃ સૂર સંગીતનો ત્રિવેણી સંગમ

રાજકોટઃ રાષ્ટ્રીયશાળા સંચાલિત સંગીત મહાવિદ્યાલય સૌરાષ્ટ્રનું જૂનામાં જુનું છે. અનેક સંગીતજ્ઞો અને કલાકારો મુલકાત લઈ ચુક્‍યા છે. આજે વિવિધ વિભાગોમાં આશરે ૫૫૦ થી વધારે વિદ્યાર્થીઓ તજજ્ઞો પાસેથી તાલીમ લઈ રહ્યાં હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

સંગીત વર્ષા ઉત્‍સવની ઉજવણી અંતર્ગત સંગીત વિદ્યાલયનાં દરેક વિભોગોની કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ. જેમાં સર્વ પ્રથમ ગાયન/વાદન વિભાગનાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના રજૂ કરવામાં આવી હતી. ત્‍યારબાદ ભરતનાટ્‍યમની વિદ્યાર્થી બાળાઓએ પોતાની કૃતિ રજૂ કરી. કથ્‍થકની નાની-નાની બાળાઓ દ્વારા પોતાની કૃતિ બે ભાગમાં રજૂ કરેલ. ત્‍યારબાદ ગાયન/વાદન તથા કી-બોર્ડ-ગિટારનાં વિદ્યાર્થીઓએ અલગ-અલગ રાગ આધારિત કૃતિઓ રજૂ કરી હતી. ત્‍યારબાદ તબલા વિભાગના બાળકોએ તથા સિતારવાદનનાં તેમજ બાંસુરી વિભાગના બાળકોએ ભગવાન શિવની સ્‍તુતિ રાગ આધારિત રજૂ કરીને સૌનું મન જીતી લીધું હતું.

આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે મેયર  શ્રી ડો. નેહલભાઈ શુક્‍લ, અતિથી વિશેષ તરીકે પૂર્વ સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, શ્રી પાર્શ્વનાથ કો.ઓપ.બેંકનાં ચેરમેન શ્રી પિયુષભાઈ મહેતા તેમજ પ્રખર ધારાશાષાીશ્રી રવિભાઈ ગોગિયા દૂદ્વારા દીપ-પ્રાગટૂય કરવામાં આવેલ. સીન્‍ડીકેટ સભ્‍યશ્રી ડો. નિદભાઈ બારોટ, શિક્ષણવિદ્‌ શ્રી ડો. અલ્‍પનાબેન ત્રિવેદી, પૂર્વ મેયરશ્રી અશોકભાઈ ડાંગર, શ્રી જયેશભાઈ ઉપાધ્‍યાય, સામાજિક કાર્યકરશ્રી સંજયભાઈ લાખાણી, શ્રી ક્રિષ્‍ણદતભાઈ રાવલ, શ્રી તખુભા રાઠોડ, શ્રી જયેશભાઈ લાખાણી, શ્રી નંદકિશોરભાઈ , શ્રી સુરેશભાઈ પરમાર, શ્રી જગદેવસિંહ જાડેજા, શ્રી દેવજીભાઈ રાઠોડ, રાષ્ટ્રીયશાળાના ગીતાબેન મહેતા, શ્રી નિરાલીબેન જોશી, વોર્ડ ન.-૭ નાં કોર્પોરેટરશ્રી દર્શનભાઈ પેન્‍ગ્‍યાતર તથા શ્રી જયદેવભાઈ પરમાર સહીત રાષ્ટ્રીયશાળાનાં ટ્રસ્‍ટીગણમાં પ્રમુખશ્રી જયંતીભાઈ કાલરીયા મેનેજીંગ ટ્રસ્‍ટીશ્રી જીતુભાઈ ભટ્ટ, ઉદ્યોગપતિ શ્રી મધુભાઈ દોંગા તેમજ એડવોકેટશ્રી વિનોદભાઈ ગોસલીયા હાજર રહેલ.

રાષ્ટ્રીયશાળાના કલાગુરૂઓ સર્વશ્રી નિમિષાબેન પારેખ, શ્રી ગોપીબેન જાજલ, શ્રી યુક્‍તાબેન દવે, શ્રી જાનવીબેન પાટડિયા, શ્રી ભાર્ગવભાઈ જાની, શ્રી સાજીદભાઈ મીરનું સુત્તરની આંટીથી સ્‍વાગત કરેલ. કાર્યક્રમમાં તમામ બાળકો અને વાલીઓએ ખાસ હાજરી આપી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રીયશાળાનાં મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી જીતુભાઇ ભટ્ટના માર્ગદર્શન હેઠળ તમામ કાર્યકર્તા શ્રી સંજયભાઈ મકવાણા, શ્રી આદીતભાઈ રૂપાણી, શ્રી માધુરીબેન રાજાણી, શ્રી નાથલાલ મકવાણા, શ્રી મનસુખભાઈ સોલંકી, શ્રી હરપાલસિંહ રાઠોડ, શ્રી સતીસભાઈ ગોહેલએ  જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સંચાલન રાજકોટનાં ઈવેન્‍ટ્‍સ માસ્‍ટરશ્રી અનિલભાઈ વણઝારાએ કરેલ  હોવાનું સંસ્‍થાના નયન પંચાલીની યાદીના અંતમાં જણાવાયું છે.

(3:43 PM IST)