હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 25th August 2026
લોધીકાના માખાવડમાં પરિણીતા રામબાઇએ ઝેર પી લેતાં ગંભીર
મુળ એમપીની પરિણીતા રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૫: લોધીકાના માખાવડ ગામે ભરતભાઇ વેકરીયાની વાડીમાં પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતી રામબાઇ ઘુઘરાભાઇ ધુરીયા (ઉ.વ.૩૦) નામની પરિણીતાએ વાડીએ ઝેરી દવા પી લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.
રામબાઇના લગ્ન સાત વર્ષ પહેલા થયા છે. સંતાનમાં ત્રણ દિકરી છે. આ પરિવાર મુળ એમપીનો વતની છે. સગાએ કહ્યું હતું કે રામબાઇનો મગજ તામસી હોઇ ગમે ત્યારે તે ગુસ્સે થઇ જાય છે. ગઇકાલે બધા વાડીમાં કામ કરતાં હતાં ત્યારે તેણીએ એકાએક આ પગલુ ભરી લીધુ હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં લોધીકા પોલીસે તપાસ હાથ ધરી છે.
(10:53 AM IST)










