<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

નૈમિષ ભંડેરીનો સ્‍ત્રી મિત્રની સહેલીના ઘરે ૧૨મા માળેથી આપઘાત

પત્‍નિને છોડી મૈત્રીકરારથી આશાબેન સાથે રહેતાં નૈમિષભાઇ રાતે આશાબેનની બહેનપણી કાજલબેનના ઘરે ગયાઃ ત્‍યાં મોતની છલાંગ લગાવી : ગંગોત્રી પાર્ક રોડ પર પામ યુનિવર્સમાં બનાવઃ પાણીનો પ્‍લાન્‍ટ ચલાવતાં ૪૨ વર્ષિય નૈમિષભાઇ અઢી વર્ષથી આશા પાડલીયા સાથે મૈત્રી કરાર કરીને રહેતાં હતાં: તેના પત્‍નિ-માતા-પિતા-સંતાનો હરિ ધવા માર્ગ પર રહે છેઃ આર્થિક સંકડામણથી કંટાળીને આપઘાત કર્યાનું પ્રાથમિક તારણઃ ચોક્કસ કારણ જાણવા યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસ

ઘટના સ્‍થળ ગંગોત્રી પાર્ક રોડ પામ યુનિવર્સ ખાતે નૈમિષભાઇ ભંડેરીનો નિષ્‍પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૨૫: શહેરના કાલાવડ રોડ પર આત્‍મીય કોલેજ સામે નંદનવન સોસાયટીમાં બે-અઢી વર્ષથી મૈત્રીકરાર કરીસ્ત્રીમિત્ર સાથે રહેતાં હરિ ધવા માર્ગના પટેલ આધેડ ગત રાતે આસ્ત્રીમિત્રની બહેનપણી કે જે ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર પામ યુનિવર્સમાં પોતાની બે દિકરીઓ સાથે રહે છે તેની ઘરે ગયા હોઇ ત્‍યાં મોડી રાતે બારમા માળેથી મોતની છલાંગ લગાવી દેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. પત્‍નિ-સંતાનો-માતા પિતાને છોડી આધેડસ્ત્રીમિત્ર સાથે રહી પાણીનો પ્‍લાન્‍ટ ચલાવતાં હતાં. આર્થિક ભીંસને કારણે પગલુ ભર્યાની પ્રાથમિક વિગતો સામે આવી હતી.

જાણવા મળ્‍યા મુજબ કાલાવડ રોડ આત્‍મીય કોલેજ સામે સ્‍વીમિંગ પૂલની પાછળ નંદનવન સોસાયટી-૧માં રાધે મકાન ખાતે રહેતાં નૈેમિષભાઇ પરબતભાઇ ભંડેરી-પટેલ (ઉ.વ.૪૨)એ રાતે દોઢેક વાગ્‍યે ગંગોત્રી પાર્ક મેઇન રોડ રૈયા સ્‍મશાન નજીક આવેલા ૧૪ માળના પામ યુનિવર્સ એપાર્ટમેન્‍ટના ૧૨મા માળેથી પડતું મુકી દેતાં મોત થયાની જાણ ૧૦૮ના કિરણબેન પરમારે કરતાં ૧૧૨ પીસીઆરના ઇન્‍ચાર્જ કિરીટભાઇ રામાવત તુરંત જ પહોંચ્‍યા હતાં અને પ્રાથમિક તપાસ બાદ ઉચ્‍ચ અધિકારીઓને જાણ કરી હતી.

બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એચ. એમ. ચાવડા, પીએસઆઇ એ. આઇ. બ્‍લોચ, ગિરીરાજસિંહ સહિતનો સ્‍ટાફ દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્‍થળે જઇ તપાસ કરતાં એવી વિગતો ખુલી હતી કે મૃત્‍યુ પામનાર નૈમિષભાઇ ભંડેરી આ બિલ્‍ડીંગના ૧૨ માળે ભાડેથી રહેતાં કાજલબેન નામના મહિલાના ઘરે આવ્‍યા હતાં. કાજલબેન અહિ પોતાની બે દિકરીઓ સાથે રહે છે. પોલીસે પ્રાથમિક પુછતાછ કરતાં કાજલબેને કહ્યું હતું કે મૃત્‍યુ પામનાર નૈમિષભાઇ કાલાવડ રોડ નંદનવનમાં તેમનાસ્ત્રી મિત્ર આશાબેન પાડલીયા સાથે બે અઢી વર્ષથી મૈત્રી કરારથી રહે છે. આશાબેન મારા (કાજલબેન)ની સહેલી હોઇ અવાર-નવાર આશાબેન અને નૈમિષભાઇ મારા ઘરે આવતાં જતાં હતાં.

રાતે નૈમિષભાઇ મારા ઘરે આટો મારવા આવ્‍યા હતાં અને પોતાને આશાબેન સાથે સામાન્‍ય બોલાચાલી થયાની વાત કરી હતી. આ પછી તે અમારા ઘરે જ સુઇ ગયા હતાં. હું અને બે દિકરીઓ બીજા રૂમમાં સુતા હતાં. એ દરમિયાન અવાજ થતાં એક દિકરીની ઉંઘ ઉડી ગઇ હતી. તેણે નેૈમિષભાઇ જે રૂમમાં સુતા હતાં ત્‍યાં તપાસ કરતાં બારી અને જાળી બંને ખુલ્લા દેખાયા હતાં. આ બારીમાંથી નૈમિષભાઇ કૂદી ગયાનું જણાયું હતું.

પોલીસની વધુ તપાસમાં ખુલ્‍યા મુજબ આપઘાત કરનાર નૈીમષભાઇ બે બહેનના એકના એક નાના ભાઇ અને પરિવારનો આધાર હતાં. તેના પત્‍નિનું નામ રેખાબેન છે અને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. જો કે નૈમિષભાઇ બે અઢી વર્ષથી પત્‍નિ, સંતાનો, માતા-પિતાને છોડીને નંદનવનમાં આશાબેન પાડલીયા સાથે મેૈત્રી કરાર કરીને રહેતાં હતાં. આશાબેન ત્‍યકતા છે અને તેની બહેનપણી કાજલબેન પણ ત્‍યકતા છે. હાલમાં નૈમિષભાઇ માંડા ડુંગર નજીક પાણીનો પ્‍લાન્‍ટ ચલાવતાં હતાં. જો કે કેટલાક સમયથી આર્થીક ભીંસ હતી. ટેન્‍શનમાં તે પોતાનીસ્ત્રી મિત્ર આશાબેનની બહેનપણી કાજલબેનના ઘરે રાતે આવ્‍યા હતાં અને પછી અહિ જ સુઇ ગયા બાદ મોડી રાતે મોતની છલાંગ લગાવી દીધી હતી. આ બનાવે વિસ્‍તારમાં પણ ચકચાર જગાવી દીધી છે.

(2:31 PM IST)