<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ઓવરટેક કરવા જતા સ્‍વિફ્‌ટ કાર પલટી ખાતા રાજકોટના વૃધ્‍ધનું મોત

લીંબડી- હાઇવે પર કટારીયા બોર્ડ નજીક ગમખ્‍વાર અકસ્‍માત : અમદાવાદથી અખબારનું મશીન રીપેરીંગ કરી નરસિંહભાઈ વાડોલીયા પરત ફરી રહ્યા હતા ત્‍યારે ટ્રક સાથે અથડાઈ કાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૨૫: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્‍માતોની વણઝાર યથાવત રહેતા વધુ એક ગંભીર અકસ્‍માત સર્જાયો છે. લીંબડી-અમદાવાદ હાઇવે પર કટારીયા બોર્ડ નજીક કાર પલટી ખાઈ જતા ૭૫ વર્ષના આધેડનું કરુણ મોત નીપજ્‍યું છે.

પ્રાથમિક વિગતો મુજબ કટારીયા ચેકપોસ્‍ટ નજીક એક ટ્રાવેલ્‍સ અને ટ્રક આગળ જઈ રહ્યા હતા, તે દરમિયાન પાછળથી આવતી સ્‍વિફ્‌ટ કારના ચાલકે ઓવરટેક કરવાનો પ્રયત્‍ન કર્યો હતો. આ પ્રયત્‍ન દરમિયાન સ્‍વિફ્‌ટ કારનો ભાગ ટ્રક સાથે અથડાયો હતો અને ત્‍યારબાદ કારએ પલટી ખાઈ લીધી હતી. કારમાં સવાર રાજકોટના ૭૫ વર્ષીય નરસિંહભાઈ વાડોલીયાનું આ ગમખ્‍વાર અકસ્‍માતમાં ઘટના સ્‍થળે જ મોત નીપજ્‍યું હતું.

તપાસમાં સામે આવ્‍યું છે કે નરસિંહભાઈ વાડોલીયા રાજકોટમાં રહેતા હતા અને છેલ્લા અનેક વર્ષોથી અખબાર છપાય તે મશીન રીપેરીંગના કામ સાથે જોડાયેલા હતા. તેઓ રાજકોટથી અમદાવાદ ખાતે અખબારનું મશીન રીપેરીંગ કરવા ગયા હતા અને કામ પૂરું કરીને પરત રાજકોટ તરફ આવી રહ્યા હતા ત્‍યારે કટારીયા ગામ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી.

તેમના નિધનના સમાચારથી શોકની લાગણી ફેલાઈ છે. તેમના મળતદેહને પીએમ માટે સુરેન્‍દ્રનગર સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યો છે. આ અંગે લીંબડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:32 AM IST)