હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કારખાનુ, પાણીના પ્લાન્ટ, ઘરમાં ધમધમતાં જૂગારધામોમાંથી ૨૦ પત્તાપ્રેમીઓ પકડાયા
હરસિધ્ધી પાર્ક, પરાપીપળીયા ગામ અને ન્યુ રાધેશ્યામમાં પોલીસના દરોડા : બી ડીવીઝન પોલીસ અને ગાંધીગ્રામ પોલીસનો દરોડો, રૈયા નાકા ટાવર પાસે સટ્ટો રમતાં બે વેપારી અને જંગલેશ્વરમાં વર્લી ફિચરનો જૂગાર રમતા ૪ને પીસીબી અને એલસીબીની ટીમે પકડી પાડયા

રાજકોટ તા. રપ :.. શહેરમાં શ્રાવણીયા જૂગાર પર દરોડા યથાવત રહ્યા છે. કુવાડવા રોડ પર મેંગો માર્કેટ પાસે હરસિધ્ધી પાર્કમાં કારખાનામાં બી ડીવીઝન પોલીસે કારખાનામાં અને જામનગર રોડ પર પરાપીપળીયા નજીક પાણીના પ્લાન્ટમાં ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી જૂગાર રમતા ૧પ પત્તા પ્રેમીને રૂા. ૬૩ હજારનાં મુદામાલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી. જ્યારે એલસીબી ઝોન-૧ ટીમે ન્યુ રાધેશ્યામ સોસાયટીમાં ઘરમાં દરોડો પાડી ૦૫ પત્તાપ્રેમીઓને પકડી લીધા હતાં.
કુવાડવા રોડ પર મેંગો માર્કેટ પાસે હરસિધ્ધી પાર્ક શેરી નં. ૧માં સંજય ભીખાભાઇ રામાણી (ઉ.વ.૩૩ રહે. ઇન્દ્રપ્રસ્થ-૧ મેઇન રોડ, સેટેલાઇટ ચોક પાસે, મોરબી રોડના કારખાનામાં બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે દરોડો પાડી જૂગાર રમતાં સંજય ઉપરાંત દુર્ગેશ વિનુભાઇ રાઠોડ, (ઉ.વ.૩૮ રહે. રાધા મીરા પાર્ક, મોરબી રોડ), વિજય બાબુભાઇ મણવર (ઉ.વ.૪૬ રહે. આર્યનગર, ગોવિંદબાગ શાક માર્કેટ પાસે સંતકબીર રોડ), ચંદ્રેશ ઉર્ફે ચંદુ બાધુભાઇ સાવલીયા (ઉ.વ.૪૮ રહે. ઇન્દ્રપ્રસ્થ-૧ મેઇન રોડ, કમલેશ ચતુરભાઇ કવૈયા (ઉ.વ.પર રહે. ઓમપાર્ક-ર, મોરબી રોડ), નવીન વીરાભાઇ પરમાર (ઉ.વ.૪૬ રહે. તિરૂપતી શેરી નં. ૩, મોરબી રોડ), અને બ્રિજેશ કિશોરભાઇ હિરાણી (ઉ.વ.૩૦ રહે. કોટડાનાયાણી, તા. વાંકાનેર) ને પકડી રૂા. પ૧,૪૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરી પીઆઇ જી. આર. ચૌહાણની રાહબારીમાં પીએસઆઇ એન. આર. ડોબરીયા, કોન્સ્ટેબલ અજીતસિંહ પરમાર સહિતના સ્ટાફે કરી હતી.
બીજા દરોડામાં શહેરની ભાગોળે જામનગર રોડ પર પરાપીપળીયામાં ખંઢેરી રોડ પર આવેલા જનક રાયમલભાઇ મૈયડ (ઉ.વ.૩પ રહે. પરાપીપળીયા)ના મુરલીધર ડ્રીંકીંગ વોટર પાણીના પ્લાંટ ઉપર દરોડો પાડી જૂગાર રમતાં જનક ઉપરાંત હાર્દિક રણમલભાઇ નકુમ (ઉ.વ. ર૪ રહે. જામપર, તા. કલ્યાણપુરી), કાબુ અરજણભાઇ હુંબલ (ઉ.વ.૪૯, એભલ મેણંદભાઇ કારેથા (ઉ.વ.૩૩), ભરત દાનાભાઇ શીયાળ (ઉ.વ.૩૧) રહે. બધા પરાપીપળીયા) ચેતન રતીલાલ ગોહિલ (ઉ.૩૮ રહે. એસ. કે. ચોક અંદર, રામાપીર ચોકડી પાસે, મુળ જામનગર), મનુ રાણાભાઇ મૈયડ (ઉ.૩૪) અને વિવેક રમેશભાઇ ડાંગર (ઉ.૩૧ રહે. બને પરાપીપળીયા)ને પકડી રૂા. ૧૧,૯પ૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરી પીઆઇ એચ. પી. ગઢવીની રાહબારીમાં પીએસઆઇ એસ. વી. ગોહીલ સહિતનાં સ્ટાફે કરી હતી. ત્રીજા દરોડામાં કોઠારીયા રોડ પર ન્યુ રાધેશ્યામ સોસાયટી-૧માં રહેતાં રમેશ ભગવાનજીભાઇ પરમારના મકાનમાં એલસીબી ઝોન-૧ના પીએસઆઇ એમ. કે. મોવલીયા, મનરૂપગીરી, જગદીશસિંહ, વિરદેવસિંહ, રવિરાજભાઇ પટગીર સહિતે પાડી જૂગાર રમી રહેલા રમેશ તેમજ કેતન રજનીભાઇ વાજા, રીપલ જેન્તીભાઇ વીરડીયા, મનિષ દિલીપભાઇ પરમાર, હિતેષ જમનભાઇ ફળદુ (રહે. બધા ન્યુ રાધેશ્યામ-૧, કોઠારીયા રોડ)ને પકડી લઇ રૂા. ૧૨૨૦૦ની રોકડ કબ્જે કરી હતી.
સટ્ટો રમતા બે વેપારી ઝડપાયા
રૈયાનાકા ટાવર પાસે ફોનમાં અલગ - અલગ આઇ. ડી. વેડ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં વેપારી સચીન મહેશભાઇ શેઠ (ઉ.વ.ર૩) અને ગૌરવ મહેન્દ્રભાઇ શેઠ (ઉ.૩૬) રહે. શ્રી જમુનેશકુંજ, બંધ ગલી, દિવાનપરા શેરી નં. ૧પ ને પીસીબીએ પકડી રૂા. ર૦ હજારના બે ફોન કબ્જે કર્યા હતાં. આ કામગીરી એમ. આર. ગોંડલીયાની રાહબારીમાં એએસઆઇ હરદેવસિંહ રાઠોડ સહિતના સ્ટાફે કરી હતી.
વર્લી-ફીચરનો જૂગાર રમતા ૪ પકડાયા
જંગલેશ્વર શેરી નં. ૪ ના છેડે આજી નદીના પટ્ટમાંથી એલસીબી ઝોન-૧ નાં હેડ કો. વી. વી. જાડેજા અને કો. મહાવીરસિંહ ચુડાસમાં સહિતના સ્ટાફે વર્લી-ફીચરના જુગાર રમતા મહમદ હનીફ ઇશાકભાઇ ઠેબા (ઉ.વ.૪૦), હબીબ ઓસમાણભાઇ ઠેબા (ઉ.૪૯) રહે. બને જંગલેશ્વર, ઇસરાઇલ ઉર્ફે ઢગો દુપકભાઇ શેખ (ઉ.૩૧) રહે. કેવડાવાડી અને સમસુદીન મહમદશફી શેખ (ઉ.૩પ), રહે એકતા કોલોની, જંગલેશ્વરને રૂા. રર૦૦ ની રોકડ સહિતના મુદામાલ સાથે પકડી ફરાર જહાંગીર ઉર્ફે કારો મીસર અને હિતેશ ઉર્ફે હિતાની શોધખોળ શરૂ કરી છે.










