<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

કોલકત્તા, પંજાબ, મુંબઇ, અરૂણાચલ, એમપીની ૮ લલનાઓ રાખી ચલાવાતું કૂટણખાનુ ઝડપાયું

અગાઉ જ્‍યાં ગેરપ્રવૃતિ પકડાઇ હતી ત્‍યાં ફરી શરૂ થઇ ગયો'તો લોહીનો વેપલો : માલવીયા ચોકમાં એએચટીયુના પીઆઇ બી. બી. જાડેજા, પીએસઆઇ આર. કે. ગોહિલ અને ટીમનો દરોડોઃ રીસેપ્‍સનીસ્‍ટ કૃપાલીબેન, માલિક પ્રદિપ ચાવડા, સંચાલક મુકેશ વાઘેલા વિરૂધ્‍ધ કાર્યવાહી

રાજકોટ તા. ૨૫: રંગીલા શહેર રાજકોટમાં વધુ એક વખત સ્‍પાની આડમાં ચાલી રહેલા લોહીના વેપલાનો પર્દાફાશ એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે કર્યો છે. માલવીયા ચોકમાં પ્રમુખ આર્કેડ એ-વીંગમાં બીજા માળે ૨૦૧માં આવેલા હાઇડ્રીમ વેલનેશ સ્‍પાની અંદર કૂટણખાનુ ચાલતુ હોવાની બાતમીથી ટીમ ત્રાટકી હતી અને મહિલા કર્મચારી, સંચાલક સહિત ત્રણ સામે ગુનો નોંધ્‍યો હતો. આ સ્‍પામાં કોલકત્તા, અરૂણાચલ પ્રદેશ, મુંબઇ, પંજાબ, ઇન્‍દોર-એમપી, ગાજીયાબાદ-યુપીની આઠ લલનાઓને રાખી દેહવેપલો કરાવાતો હતો. અહિ એન્‍ટ્રી ફી ૧ હજાર અને એકસ્‍ટ્રા સર્વિસના ૩ હજાર વસુલાતા હતાં.

શહેરમાં સ્‍પા સેન્‍ટરોની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવળત્તિઓ અને દેહ વ્‍યાપારના દૂષણને નાથવા સુચના મળી હોઇ એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમને બાતમી મળી હતી કે માલવીયા ચોક નજીક પ્રમુખ સ્‍વામી આર્કેડના એ-વિંગમાં બીજા માળે ૨૦૧ નંબરની દુકાનમાં હાઇ ડ્રીમ વેલનેશ સ્‍પામાં મસાજની આડમાં લોહીના વેપલા થઇ રહ્યા છે. આ બાતમીને આધારે પોલીસને ડમી ગ્રાહકને મોકલ્‍યા બાદ ખરાઇ કરી દરોડો પાડયો હતો.

તપાસ દરમિયાન સામે આવ્‍યું હતું કે સ્‍પામાં ગ્રાહક પાસેથી એન્‍ટ્રી ફી તરીકે રોકડા ૧૦૦૦ લેવામાં આવતા હતા અને ત્‍યારબાદ શારીરિક સંબંધ બાંધવા માટે ગ્રાહક દીઠ ૩૦૦૦ એક્‍સ્‍ટ્રા સર્વિસના નામે વસૂલવામાં આવતા હતા. પોલીસે દરોડા દરમિયાન દેહ વ્‍યાપારમાં ધકેલાયેલી અલગ અલગ રાજ્‍યની ૮ યુવતીઓને મુક્‍ત કરાવી હતી. આ ઉપરાંત ઘટનાસ્‍થળેથી બે મોબાઇલ ફોન તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૧૪,૬૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો હતો.

પોતાના આર્થિક લાભ માટે યુવતીઓ પાસે દેહ વ્‍યાપાર કરાવતા ત્રણ આરોપીઓ વિરૂધ્‍ધ  એ-ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે ધી ઇમ્‍મોરલ ટ્રાફિક એક્‍ટની કલમ ૩, ૪, અને ૫ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં કૃપાલીબેન મનીષભાઇ ગાલોરીયા (રહે. નવાગામ) તથા સ્‍પા માલિક પ્રદીપ મોહનભાઈ ચાવડા (રહે. બહુચર કળપા મકાન, રાજનગર, નાના મવા મેઇન રોડ) અને સંચાલક મુકેશ રૂપાભાઈ વાઘેલા (રહે. શેઠવડાળા, જામનગર) વિરૂધ્‍ધ ગુનો નોંધાયો હતો. કૃપાલીબેન અહિ રિસેપ્‍સનીસ્‍ટ તરીકે નોકરી કરતી હોવાનું ખુલ્‍યું હતું. અગાઉ પણ આ સ્‍પામાં દસ મહિના પહેલા દરોડો પાડવામાં આવ્‍યો હતો.

ફરથી અહિ ગેરપ્રવૃતિ ચાલુ થઇ ગયાનું ખુલ્‍યું હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ બી. બી. જાડેજા, પીએસઆઇ આર. કે. ગોહિલ, એએસઆઇ અજયકુમાર શુક્‍લા, સલિમભાઇ મકરાણી, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, હેડકોન્‍સ. જીજ્ઞેશભાઇ મારૂ, હરસુખભાઇ વાછાણી, કોન્‍સ. હસમુખભાઇ બાલધા, મહેશભાઇ પ્રસાદ અને શાંતુબેન મુળીયાએ આ કામગીરી કરી હતી.

(2:08 PM IST)